Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 113
________________ इच्छायोगवद्भिर्विकलानुष्ठायिभिर्गीतार्थैः . सिद्धान्तविधिप्ररूपणे तु निर्भरो विधेयस्तस्यैव तेषां सकलकल्याण-सम्पादकत्वात्, उक्तं च गच्छाचारप्रकीर्णक : મૂળ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે “લોકસંજ્ઞાને છોડીને, સમગ્ર પ્રકારે શાસ્ત્રોના પરમાર્થને વહન કરીને અતિનિપુણ પ્રજ્ઞાપૂર્વક પંડિત પુરુષોએ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન કરવું જોઈએ.” આ શ્લોકના અર્થની સામે પૂર્વપક્ષવાદીએ “વિયિ ” ગાથાથી પ્રશ્ન ઉઠાવ્યો, તેનું ટીકાકારશ્રીએ નિરાકરણ કર્યું અને અન્ત સ્થાપિત કર્યું કે “સર્વ યત્નપૂર્વક વિધિમાં જ પ્રયત્ન કરવો જોઈએ એમ ફલિત અર્થ સિદ્ધ થયો ! આ ફલિતાર્થની સામે કોઈ પ્રશ્નકાર પ્રશ્ન ઉઠાવે છે કે... તેવા પ્રકારની અતિશય વિધિપૂર્વકની ઉત્કૃષ્ટક્રિયા તો ભાવથી (નિશ્ચયથી) જે મહાત્માઓને છઠ્ઠ-સાતમું ગુણસ્થાનક સ્પર્યું હોય તેવાઓને જ સંભવી શકે. અમે તો પંચમ આરારૂપ કાળદોષ, સંઘયણ દોષ બુદ્ધિ-વૈર્ય-સ્થિરતામેધાદિની હીનતા, ઈત્યાદિ ભાવોને લીધે ઘણા જ નિર્બળ છીએ. દ્રવ્યથી છઠ્ઠ, સાતમું ગુણસ્થાનક પામેલા છીએ સાધુ આચારનું સેવન છે. પરંતુ એટલી ઊંચી પરિણતિ નથી. તેથી અમારે તો આવશ્યકદિની આચરણા અકર્તવ્ય જ બનશે. ભાવાર્થ એ છે કે તેવા પ્રકારની ભાવથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની પરિણતિને યોગ્ય (ઉત્કૃષ્ટ) વિધિપૂર્વકની ક્રિયાનો વ્યવહાર અમારામાં કાળદોષાદિના કારણે ન હોવાથી અમારે તો અત્યારની પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા પણ અકર્તવ્ય જ બનશે. કારણ કે તમે વિધિપૂર્વક જ ક્રિયાનો પક્ષપાત જણાવો છો. અને અવિધિએ ક્રિયા કરનારને મહામૃષાવાદાદિ દોષ કહો છો. અને અમારામાં એટલી ઊંચી ભાવપરિણતિ ન હોવાથી અવિધિ થવાનો સંભવ છે જ. તેથી તમારા કહેવા પ્રમાણે અત્યારના કાળે અવિધિદોષનો સંભવ હોવાથી ધાર્મિકાચરણ અકર્તવ્ય જ બનશે. ટીકાકારશ્રી ઉત્તર આપે છે કે આવી શંકા કરવી નહિ. વિકલ (ઓછું) અનુષ્ઠાન આચરનારા (પણ વિધિનો પક્ષપાત કરનારા) જીવોમાં પણ જે જે જયણાનો પરિણામ છે તે તે જયણા જ તે _/ શ્રી યોગવિશિw ૯૮ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164