Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः - विधिव्यवस्थापनेनैव ह्येकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपडहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति । यस्तु श्रोता विधिशास्त्रश्रवणकालेऽपि न संवेगभागी तस्य धर्मश्रावणेऽपि महादोष एव, तथा चोक्तं ग्रन्थकृतैव षोडशके -
અવિધિએ પણ ધર્મ કરનારા હશે તો તીર્થ રહેશે, અન્યથા તીર્થનો ઉચ્છેદ થશે એમ માનનારાઓએ “મૃત-મારિતમાં” સમાનતા નથી એ વાત પૂર્વે ચચ્ચ મુજબ જેમ વિચારવી જોઈએ. તેમ તીર્થના ઉચ્છેદથી ભીરુ એવા તે ઉપદેશકોએ આ પણ વિચારવું જોઈએ કે ઉપદેશ આપતી વખતે જો વિધિની જ સ્થાપના કરવામાં આવે અને એવકારથી અવિધિનો નિષેધ કરવામાં આવે તો વિધિરસિક શ્રોતાજનસમૂહમાંથી એક પણ જીવને સમ્યગું એવા બોધિબીજનો લાભ થાય અથતુ સમ્યક્ત પામે તો ક્રમસર આગળ વધતાં તે દેશવિરતિ- અને સર્વવિરતિ પામતાં ષષ્કાયનો સંપૂર્ણ રક્ષક બનતાં ચૌદ રાજાત્મક એવા આ લોકમાં “અમારિ પડહ” વગડાવવાથી મારાથી કોઈ જીવને કંઈ પણ દુઃખ-ઉપદ્રવ થવાં જોઈએ નહિ એવી ભાવનાથી ઊંચા ગુણસ્થાનકોમાં ચઢે છે. તેના સંપર્કથી બીજા પણ અનેક મહાત્માઓને આવો “અમારી પટહ” સર્વવિરતિના માર્ગે વાળે છે. ખરેખર સાચી તે જ તીર્થોન્નતિ છે. અવિધિમાર્ગનો ઉપદેશ આપવાથી અને તેની વિશેષ સ્થાપના કરવાથી તેનાથી વિપર્યય થાય છે. બોધિબીજનો નાશ થાય છે. અવિધિ પ્રત્યે રુચિ વધે છે. વિધિ પ્રત્યે ઉપેક્ષાભાવ આવે છે. તેથી શ્રોતાવર્ગમાં જે જીવ સમ્યક્તાદિ ગુણને અભિમુખ હતો તે પણ વિમુખ બને છે. તેથી ખરેખર ધર્મપરિણામવાળો જીવ અધર્મ તરફ વળે તે જ સાચો તીર્થોચ્છેદ જ છે.
વળી જે શ્રોતા વિધિવાળાં શાસ્ત્રો સંભળાવતી વખતે સંવેગભાગી. વૈરાગ્યવાન અને મોક્ષાભિલાષી) નથી તેવા જીવને ધર્મ સંભળાવવામાં પણ મહાદોષ જ છે.
ભાવાર્થ એ છે કે શ્રોતા જ્યારે ધર્મ સાંભળવા આભિમુખ થાય છે અને ઉપદેશક સુંદર શૈલીથી ધર્મ સમજાવે છે. જન્મ-જરા-મરણાદિનાં દુઃખો, સંયોગ-વિયોગનાં દુઃખો, શારીરિક-માનસિક આધિ-વ્યાધિનાં દુઃખોથી આ સંસાર અસાર - નિર્ગુણ અને તુચ્છ છે. જીવની દુઃખમુક્ત સુખકારી
» શ્રી યોગવિંશિક ૮૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org