Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જો કોઈ અવસ્થા હોય તો તે સર્વકર્મમુક્ત - નિરંજન -નિરાકાર-શુદ્ધ-બુબ્ધ-મુક્ત એવી મુક્તાવસ્થા જ છે. તેથી સ્વાભાવિક અનંત સુખમય મોક્ષ જ પ્રાપ્તવ્ય છે – ઇત્યાદિ ઉપદેશ સાંભળી સંસાર ઉપર નિર્વેદ અને મોક્ષ પ્રત્યે રુચિસ્વરૂપ સંવેગ પરિણામ શ્રોતાના હૃદયમાં ઉત્પન્ન થાય છે. અને મોક્ષ પ્રત્યે રુચિ થવાથી તેના ઉપાયભૂત ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો પ્રત્યે પણ રુચિ થાય છે. આવા ઉત્તમ જીવોને જ ધર્મ સંભળાવવામાં બીજાધાનાદિ દ્વારા ઉત્તરોત્તર લાભ છે.
પરંતુ જે શ્રોતાઓને ધર્મશ્રવણકાલે પણ મોક્ષ પ્રત્યે સંવેગ પરિણામ થતો નથી સંસાર પ્રત્યે નિર્વેદ થતો નથી અને તેના કારણે મોક્ષના ઉપાયભૂત ચૈત્યવંદનાદિ પ્રત્યે જિજ્ઞાસા પણ થતી નથી તેવા જીવોને સામેથી ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનોનું શ્રવણ કરાવવામાં પણ મહાદોષ છે. એટલે કે ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો કરાવવામાં તો મહાદોષ છે જ પરંતુ તેનું વર્ણન સંભળાવવામાં પણ મહાદોષ છે. એમ કરિ શબ્દનો અર્થ જાણવો !
આ જ વાત ગ્રંથકારશ્રીએ જ ષોડશકમાં કહી છે. તે આ પ્રમાણે
श्रृण्वन्नपि सिद्धान्तं, विषयपिपासातिरेकतः पापः । प्राप्नोति न संवेगं, तदापि यः सोऽचिकित्स्य इति ।। १ ।। नैवंविधस्य शस्तं, मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि, तदधिकदोषोऽवगन्तव्यः ।। २ ।।
(૧૦ મું ષોડશક, શ્લોક ૧૪-૧૫). મçત્યુપવેશ = સિદ્ધાન્તલાને મત્યુપવેશનમ્ | “તોષ!” = अयोग्यश्रोतुरधिकदोषः, पापकर्तुरपेक्षया तत्कारयितुर्महादोषत्वात् ।
तस्माद्विधिश्रवणरसिकं श्रोतारमुद्दिश्य विधिप्रापणेनैव गुरुस्तीर्थव्यवस्थापको भवति, विधिप्रवृत्त्यैव च तीर्थमव्यवच्छिन्नं भवतीति સિદ્ધમ્ II 96 //
- સિદ્ધાન્તાસ્ત્રને સાંભળવા છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયોની પિપાસાના અતિરેકથી પાપી (પાપ પરિણતિવાળો) એવો જે શ્રોતા તે
/ શ્રી યોગવિશિમ જ ૮૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org