Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम् :
जह शरणमुवगयाणं, जीवाण सीरो निकिंतए जो उ । પૂર્વ સાયરિગો વિટ્ટુ, વસ્તુાં પળવેતોય । ઉપવેશમાના || ૧૧૮ ||
કોઈ જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ થવાથી સ્વયં મૃત્યુ પામે, અને કોઈ જીવ બીજા વડે મારવામાં આવે. આ બંને(મૃત અને મારિત)માં અવિશેષતા સર્દશતા નથી = સમાનતા નથી. પરંતુ વિશેષતા જ છે. જે આત્મા પોતાનું આયુષ્ય પૂર્ણ થવાથી સ્વયં મૃત્યુ પામે છે તેમાં પોતાનો (મરવાનો કે આપઘાત કરવાનો કે આત્માને મારી નાખવાનો) દુષ્ટ પરિણામ નિમિત્ત નથી. પરંતુ જ્યાં એક જીવ બીજા જીવ વડે મારવામાં આવે છે ત્યાં મરાતા (મૃત્યુ પમાડાતા) જીવનું કર્મ ઉદયમાં આવેલું હોવા છતાં પણ મારનારા (ઘાતક) આત્માનો પોતાનો દુષ્ટ આશય નિમિત્ત છે. એટલે કે કોઈ જીવ આયુષ્ય પૂર્ણ થાય અને સ્વયં મરે તો કંઈ દોષ ન લાગે કારણ કે મૃત્યુપ્રાપ્તિમાં દુષ્ટાશય નિમિત્ત નથી. પરંતુ કોઈ જીવને જો મારવામાં આવે તો મારનારના ચિત્તમાં હત્યા કરવાનો દુષ્ટ આશય નિમિત્ત છે. માટે દોષ લાગે જ. તેથી મૃત અને મારિતમાં સમાનતા નથી. તેવી રીતે અહીં પણ કોઈ જીવ સ્વયં અક્રિયામાં પ્રવર્તે અર્થાત્ ધર્મક્રિયામાં ન પ્રવર્તે તો તે ધર્મક્રિયામાં ન પ્રવર્તવારૂપ પરિણામ ગુરુજીનો ન હોવાથી તેવા જીવને આશ્રયી ગુરૂને કંઈ દોષ લાગતો નથી. પરંતુ વિધિપૂર્વકની ધર્મક્રિયા અતિદુષ્કર છે. એમ મનમાં સમજી કોઈ ઉપદેશક તે શ્રોતાઓને અવિધિની પ્રરૂપણા કરે, શ્રોતાઓ ગમેતેમ અવિધિ સેવે તોપણ ચલાવી લે, તથા ધર્મક્રિયા ન કરનારા જીવો કરતાં તો આ જીવો ઘણા સારા છે એમ કહી અવિધિ કરનારને ઉત્તેજન આપે એવા ગુરુજીને અવિધિની પ્રરૂપણાને આશ્રયી અને શ્રોતાઓને અવિધિમાં પ્રવર્તાવવાને આશ્રયી તે ગુરુજીનો ઉન્માર્ગ પ્રરૂપણા કરવાનો પિરણામ હોવાથી અવશ્ય મહાદૂષણ લાગે જ
છે.
આ વાતને સ્પષ્ટ સમજાવતું શ્રુતકેવલીનું વચન આ પ્રમાણે છે.
=
Jain Education International
॥ શ્રી યોગવિંશિકા * ૮૪ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org