Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જે સર્વવિરતિધર છે (સર્વવિરતિના પરિણામથી યુક્ત એવી સર્વવિરતિ ધારણ કરે છે) તેઓ મોક્ષ પ્રત્યે તીવ્રતર રુચિવાળા હોવાથી ૫૨મ એવા અમૃતાનુષ્ઠાનમાં પરાયણ છે. તેઓ તત્ત્વથી એટલે નિશ્ચયદૃષ્ટિથી સૂત્રપ્રદાનને યોગ્ય છે. ભાવપરિણતિ પ્રકૃષ્ટતમ હોવાથી આગમની પરતંત્રતા તથા વિધિમાં પ્રયત્નવિશેષ ઉત્કટ કોટિનો હોય છે । દેવરતિધર (દેશિવરિતના પિ૨ણામથી યુક્ત એવા) જીવો આ સૂત્રપ્રદાનને યોગ્ય છે. તે તો પૂર્વે કહી જ ગયા છીએ । હવે જે અપુનર્બન્ધક તથા સમ્યગ્દષ્ટિ જીવો છે. તેઓમાં પણ જે તદ્વેતુ અનુષ્ઠાનમાં પરાયણ છે. તે જીવો વ્યવહારનયથી અહીં સૂત્રપ્રદાનને યોગ્ય છે.
“પરમ અમૃત અનુષ્ઠાનમાં તત્પર” એવું સર્વવિરતિધરનું વિશેષણ છે તેનાથી એ ફલિત થાય છે કે જેઓ પરમ અમૃતાનુષ્ઠાનમાં વર્તતા નથી, પરંતુ ઇચ્છાદિ યોગે તદ્વેતુ અનુષ્ઠાનમાં તત્પર છે. તેવા સર્વવિરતિધર આત્મા વ્યવહારનયથી સૂત્રપ્રદાનને યોગ્ય છે. તથા દેશિવરતિધર અમૃતાનુષ્ઠાન તત્પર હોય છે અને સર્વવિરતિધર પરમ અમૃતાનુષ્ઠાન તત્પર હોય છે કારણ કે ઉત્કૃષ્ટ દેશવિરતિધરને પણ દુવિહં તિવિહેણું પચ્ચક્ખાણ છે અને સર્વવિરતિધરને તિવિહં તિવિહેણનું પચ્ચક્ખાણ છે. એટલે દેશિવરતિધરમાં અમૃતાનુષ્ઠાન હોય છે અને સર્વવિરતિધરમાં પરમ અમૃતાનુષ્ઠાન હોય છે. તથા અપુનર્બન્ધક અને સમ્યગ્દષ્ટિમાં તદ્વેતુ અનુષ્ઠાનમાં તત્પર એવું વિશેષણ છે. તેથી જેઓ અપુનર્બન્ધક અથવા સમ્યગ્દષ્ટિ છે પરંતુ તદ્વેતુ અનુષ્ઠાનપરક નથી કિન્તુ ઇહલોક-પરલોકના સુખાદિની વાંછાથી અનુષ્ઠાન તત્પર છે એવા જીવો વ્યવહારથી પણ સૂત્રપ્રદાનને યોગ્ય નથી. તથા અપુનર્બન્ધકથી નીચલી કક્ષામાં વર્તનારા જીવો પણ ગાઢ મિથ્યાત્વી હોવાથી સૂત્રપ્રદાનને યોગ્ય નથી.
જેઓ અપુનર્બન્ધકાવસ્થામાં આવ્યા છે તેઓ પણ (મિથ્યાત્વી હોવા છતાં) મંદમિથ્યાત્વી હોવાથી ચૈત્યવંદનનાં સૂત્રોનું પ્રદાન થવાથી વાસ્તવિક પરમાત્માને ઓળખવાથી પરમાત્મા પ્રત્યે રુચિ-શ્રદ્ધા વધવાથી મિથ્યાત્વ મંદ-મંદત૨-મંદતમ થવાથી કદાગ્રહોનો વિરહ થવાથી સમ્યક્ત્વાભિમુખતાની વૃદ્ધિ થવાથી આ અનુષ્ઠાનની ફળસંપાદકતા હોઈ શકે છે. આ પ્રમાણે પંચાશકાદિ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે એમ જાણવું.
।। શ્રી યોગવિશિા ૨૭૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org