Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
યોગ તે સાપાય યોગ, અને તે અપાયરહિત જે યોગ તે નિરપાય યોગ કહેવાય છે.
મહાત્મા પુરુષો અર્થયોગ અને આલંબનયોગને પ્રાપ્ત કરવા છતાં પૂર્વબદ્ધ નિરૂપક્રમ કર્મના વિપાકોદયથી આત્મપરિણામ ચિત્તવૃત્તિ) મોક્ષમાર્ગ તરફ જવાને બદલે પ્રતિકૂલ માર્ગ તરફ (સંસાર તરફ) વૃદ્ધિ પામે છે. આવી મોહમયી ચિત્તવૃત્તિની વૃદ્ધિ થવામાં કારણ મોહનીયકર્મોદય બને છે. તેથી તેવા આત્માઓનું પતન થાય છે. પતનના કારણે મોક્ષપ્રાપ્તિરૂપ ફળમાં વિલંબ થાય છે. પરંતુ જે મહાત્માઓનું પૂર્વબદ્ધ કર્મ સોપક્રમ છે, જ્ઞાન-દર્શન-ચારિત્રાદિની આરાધના વડે તૂટી શકે તેવું છે. તેવા મહાત્માઓને આ યોગકાળે તે કર્મ અપાય રૂપ બનતું નથી. જેથી મોક્ષપ્રાપ્તિમાં વિલંબ થતો નથી. કારણ કે આરાધનાના બળે અને યોગસામર્થ્યના જોરે સોપક્રમી કર્મ તુટીને પ્રદેશોદયથી ભોગવાઈ નિર્જરી જાય છે. તેથી તે કાળના યોગને નિરપાય યોગ કહેવાય છે. નિરપાય યોગ તાત્કાલિક મોક્ષફળ આપે છે. પરંતુ સાપાયયોગમાં ફળપ્રાપ્તિમાં વિલંબ થાય છે. તેથી સાપાય યોગના વ્યવચ્છેદ માટે મૂળસૂત્રમાં “પ્રાયઃ” શબ્દ લખ્યો છે.
સાપાય યોગવાળા જીવો તીવ્ર મોહનીયકર્મના ઉદયના કારણે યોગમાર્ગથી પતિત થઈને પુનઃ કોઈ જીવો તે જ ભવમાં નિરપાય યોગ પ્રાપ્ત કરી મોક્ષફળને પ્રાપ્ત કરે છે, જેમ કે નંદિષેણમુનિ સર્વવિરતિધર થઈ પતન પામી પુનઃ સંયમી બની આત્મકલ્યાણસાધક બન્યા. I કોઈ જીવો યોગમાર્ગથી પતિત થઈ ઘણા ભવો સંસારમાં રખડી દીર્ઘકાલે નિરપાય યોગવાળા બની આત્મકલ્યાણસાધક પણ બને છે. | તથા કોઈ જીવો નિરપાય યોગવાળા હોવા છતાં મોક્ષે જવાની ભવિતવ્યતા કંઈક દૂર હોવાથી સંસારમાં થોડા ભવો કરવા છતાં મોક્ષમાર્ગ તરફનું પ્રયાણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. જેમ ગુણસેન - મયાણાસુંદરી વગેરે.
આ પ્રમાણે સાપાય એવા અર્થ અને આલંબનયોગવાળાને કોઈક વખત મોક્ષપ્રાપ્તિરૂ૫ ફળપ્રાપ્તિનો વિલંબ હોવા છતાં પણ નિરપાય એવા તે (અર્થ અને આલંબન) યોગવાળાને વિના વિલંબે ફલોત્પત્તિમાં વ્યભિચાર
4 શ્રી યોગવિંશિશ્ન જ ૫૯ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org