Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
વિશેષ-વિશેષ - ભિન્ન-ભિન્ન છે. તે કારણથી કાર્યરૂપ એવાં અનુષ્ઠાનો પણ વિષ-ગરાદિ રૂપે વિશેષ-વિશેષ છે. અહીં વિધાન શબ્દનો અર્થ વિશેષ જાણવો ! તથા વિશેષ એટલે ભિન્ન ભિન્ન એમ અર્થ કરવો /
"विषं लब्ध्याद्यपेक्षातः इदं सच्चित्तमारणात् ।
મદતોડ સ્વાર્થનાવ્યું, રધુવાપાવનાત્તથી || યો. નિં. ૧૨૬ //. “ના” = શ્ચિકીત્યઃ સર્વેક્ષાતઃ - સ્પૃહીત: “મનુ “વિષ”, सच्चित्तमारणात्" = परिशुद्धान्तःकरणपरिणामविनाशात्, तथा महतोऽनुष्ठानस्य "अल्पार्थनात्' = तुच्छलब्ध्यादिप्रार्थनेन लघुत्वस्यापादनादिदं विषं ज्ञेयम् ।।
યોગબિંદુના અનુસાર વિષાદિ પાંચ અનુષ્ઠાનોના અર્થ જણાવે છે“લાભાદિ સંસારિક વાંછાઓની અપેક્ષાથી કરાતું આ અનુષ્ઠાન સમ્યગૂચિત્તનો વિનાશ કરનાર હોવાથી, તથા મહાન ફળ આપે તેવાની પાસે અલ્પફળની અભ્યર્થના કરવાથી મોટાની લઘુતા થવાથી વિષ જાણવું. //
જે ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો કર્મક્ષયાત્મક નિવણફળ આપનાર છે. તે ચૈત્યવંદનાદિ કરતી વખતે ધનલાભ, યશકીર્તિ, આદિ શબ્દથી શારીરિક સુખ, દીઘાયુષ્યતા, પુત્ર-પ્રાપ્તિ વગેરે સાંસારિક સુખોની અપેક્ષા રાખવામાં આવે તો આ અનુષ્ઠાન આવી સ્પૃહાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. કારણ કે જેમ વિષભક્ષણ કરવાથી મનુષ્ય મૃત્યુ પામે છે. દ્રવ્યપ્રાણોનો વિષવિનાશ કરે છે. તેમ શુભલેશ્યાપરિણામવાળા સમ્યગુ ચિત્તનો આવી સ્પૃહાવાળા ચિત્તપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી વિનાશ થાય છે. તેથી આ અનુષ્ઠાન વિષની જેમ સમ્યમ્ ચિત્તનો વિનાશક હોવાથી વિષ કહેવાય છે.
તથા જે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષાત્મક મહાન ફળને આપનાર છે તે અનુષ્ઠાન વખતે અલ્પ ફળવાળી અભ્યર્થના કરવાથી એટલે કે તુચ્છ-અસાર અને નાશવંત એવા ધનલાભાદિની પ્રાર્થના કરવા વડે મહાન ફળ આપનારા અનુષ્ઠાનની લઘુતા થતી હોવાથી પણ વિષ છે. |
જે મનુષ્યભવ જીવનપર્યન્ત સાંસારિક સુખો ભોગવવાને સમર્થ હતો તથા વાયુષ્ય પ્રમાણ જીવન જીવવાને સમર્થ હતો તે જ મનુષ્યભવ વિષભક્ષણથી સાંસારિક સુખોના ભોગ માટે પણ લઘુ બને છે તથા
/ શ્રી યોગવિંશિક ૬૮ 0.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org