Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૪) ગરાનુષ્ઠાન નિષ્ફળ છે. મહામૃષાવાદનું અનુબંધી છે. વિપરીત
ફળદ છે. (૫) વિષાનુષ્ઠાન નિષ્ફળ છે. મહામૃષાવાદનું અનુબંધી છે. વિપરીત
ફળદ છે. विषाद्यनुष्ठानस्वरूपं चेत्थमुपदर्शितं पतञ्जल्याधुक्तभेदान् स्वतन्त्रेण संवादयता ग्रन्थकृतैव योगबिन्दौ -
विषं गरोऽननुष्ठानं, तद्धतुरमृतं परम् ।।
गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः ।। योगबिन्दु १५५ ।। विषं = स्थावरजङ्गमभेदभिन्नम्, ततो विषमिव विषम्, एवं गर इव गरः, परं गर = કુદ્રવ્યસંયોગનો વિવિશેષ:, “મનનુાન” = મનુનામા, “તવ્હેતુ:” = अनुष्ठानहेतुः, अमृतमिवामृतं अमरणहेतुत्वात्, “अपेक्षा" = इहपरलोकस्पृहा आदिशब्दादनाभोगादेश्च यद् विधानं विशेषस्तस्मात् ।।
પતંજલી આદિ યોગીઓએ કહેલા અનુષ્ઠાનના ભેદોને પોતાના શાસ્ત્રની સાથે સંવાદન કરતા એવા ગ્રન્થકાર મહર્ષિ વડે જ યોગબિંદુમાં વિષાદિ અનુષ્ઠાનનું સ્વરૂપ આ પ્રમાણે બતાવાયું છે. (અહીં- ટીકામાં સ્વતંત્રે એવો જે શબ્દ છે તેનો અર્થ સ્વ=પોતાના તન શાસ્ત્રની સાથે સંવાદન કરતા એવો અર્થ કરવો.)
ઈહલોકના સુખાદિની અપેક્ષાદિ ભેદોથી કરાતું ગુરુ આદિની પૂજાનું અનુષ્ઠાન તે વિષ, ગર અનનુષ્ઠાન, તહેતુ અને છેલ્લું અમૃતાનુષ્ઠાન એમ કુલ પાંચ પ્રકારનું અનુષ્ઠાન છે.”
- ધાર્મિકાનુષ્ઠાન એક જ પ્રકારનું હોવા છતાં પણ ઈહલોકસુખાપેક્ષા, પરલોકસુખાપેક્ષા ઈત્યાદિ કારણોના ભેદથી તે જ અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે. વિષ બે પ્રકારનું હોય છે. (૧) સ્થાવર, (૨) જંગમા સ્થાવર જીવો જેમકે ઔષધિઓ કિંધાકાદિ ફળો વગેરેનું જે વિષ તે સ્થાવરવિષ, તથા સપ-વીંછી વગેરે જે જંગમ (હાલતા-ચાલતા) જીવો, તેઓનું જે વિષ તે જંગમવિષ. આ બંને પ્રકારનું વિશ્વ આરોગતાંની સાથે જ મૃત્યુનું કારણ બને છે. તેવી જ રીતે ઈહલોકમાં સુખની ઇચ્છાથી કરાયેલું ગુરુ આદિનું પૂજનરૂપ ધર્માનુષ્ઠાન આત્માને મોહવાસનામાં નાખીને આત્મભાવથી મૃત્યુ
0 શ્રી યોગવિશિમ ૬૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org