Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કરાવે છે. તેથી આવી ઈહલોકના સુખની અપેક્ષા વિષના જેવી હોવાથી વિષ કહેવાય છે. તેથી આવી વાસનાપૂર્વક કરાયેલું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે.
પરલોકના સુખની અપેક્ષાથી કરાયેલું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ગર એ પણ એક જાતનું વિષવિશેષ જ છે. કુત્સિત દ્રવ્યોના મિલનથી કરાયેલું જે વિષ તે ગરવિષ કહેવાય છે. જેમકે મહુડાં વગેરેને કોવરાવીને બનાવાતો દારૂ, અફીણ, ગાંજો, તેની જેમ આ પણ વિકારક એવાં કુત્સિત. દ્રવ્યોના સંયોગથી કરાયેલું વિષ જાણવું . જેમ વિષ તાત્કાલિક મારે છે અને આ ગરવિષ શરીરમાં વ્યાપ્ત થયું છતું કાલાન્તરે મારે છે. તેવી જ રીતે ઈહલોકસ્પૃહાથી કરાયેલું અનુષ્ઠાન આત્માને તે જ ભવમાં ભોગસુખમાં પાડીને મારે છે જ્યારે પરલોકની સ્પૃહાથી કરાયેલું અનુષ્ઠાન ભવાન્તરોમાં ભોગસુખોમાં પાડીને જીવને મારે છે. માટે પરલોકસ્પૃહાથી કરાયેલું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે.
અપેક્ષાદિવિધાનતઃ” આ શબ્દમાં કહેલા “આદિ” શબ્દથી અનાભોગ, સદનુષ્ઠાનનો રાગ, અને મોક્ષનો રાગ સમજવાનો છે એટલે કે અનાભોગપૂર્વક કરાતું જે અનુષ્ઠાન તે અનનુષ્ઠાન છે. અર્થાત્ અનુષ્ઠાનાભાસ છે | સદનુષ્ઠાનના રાગપૂર્વક કરાતું અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાનનો હેતુ હોવાથી તેનું અનુષ્ઠાન કહેવાય છે. તે અમૃતના જેવું જે અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. જેમ અમૃતનું પાન કરનાર આત્મા અમૃતના પ્રભાવથી અમર બને છે, કારણ કે અમૃત તે અમરણનું કારણ છે, તેમ જે અનુષ્ઠાન આત્માને એવું (મોક્ષ) સ્થાન આપે છે કે
જ્યાં કદાપિ મરણ થતું નથી. તેથી અમૃતની જેમ અમરણનું કારણ બને એવું જે અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે !
મૂળ ગાથામાં “પેક્ષાવિત:” એમ જે પાઠ છે. ત્યાં અપેક્ષા એટલે ઈહલોકસુખાપેક્ષા-પરલોકસુખાપેક્ષા જાણવી. તથા આદિ શબ્દથી અનાભોગાદિ(અનાભોગ - સદનુષ્ઠાનરાગ તથા મોક્ષરાગ)નું ગ્રહણ કરવું | આ પ્રમાણે એક જ પ્રકારના ગુરુપૂજન આદિ ધમનુષ્ઠાન કરનારા આત્માઓમાં ઈહલોકસુખાપેક્ષા વગેરે પાંચે કારણભેદોને લીધે કાર્યભેદ થાય છે. પાંચ પ્રકારનાં કારણો (આશયવિશેષો = ચિત્તનાં પરિણામો)
_/ શી રોગવિશિકા જ ૬૭ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org