Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સુધી મિથ્યાત્વની તીવ્રતા હોવાથી મુક્તિ પ્રત્યે દ્વેષ હતો તે હવે મિથ્યાત્વ મંદ - અતિમંદ થવાથી દ્વેષ ચાલ્યો જવાના કારણે અદ્વેષભાવ થવાથી). તથા કંઈક કંઈક અંશે મુક્તિ પ્રત્યે અનુરાગ થવાના કારણે દિન-પ્રતિદિન પરિણામની ધારા ઉજ્વળ બનવાથી, શાસ્ત્રોક્ત વિધિનું જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય તેમ તેમ વિધિપૂર્વક અનુષ્ઠાનની વૃદ્ધિ થવાથી કરાતું આ અનુષ્ઠાન તાત્ત્વિક આત્મપરિણામ સ્વરૂપ અમૃતાનુષ્ઠાનનું અવધ્ય નિશ્ચિત) કારણ બને છે. એમ યોગવિદ્ પુરુષો જણાવે છે .
હવે અમૃતાનુષ્ઠાન સમજાવે છે -
મોક્ષપ્રાપ્તિના હેતુભૂત આ અનુષ્ઠાનો અનંત ઉપકારી એવા તીર્થંકર ભગવન્તોએ બતાવેલ છે આ પ્રમાણેના ભાવપૂર્વક (અતિશય શ્રદ્ધાપૂર્વક) તથા વળી અત્યંત સંવેગ ગર્ભિત (તીવ્ર મોક્ષાભિલાષપૂર્વક) કરાતું આ અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન છે એમ મુનિપુંગવો કહે છે ! ૧૬૦ ||
જિનોદિત” જિનેશ્વર ભગવન્તોએ એમ કહ્યું છે તેમ વિધિપૂર્વક તથા શ્રદ્ધાપ્રધાન, વળી અતિશય સંવેગભાવગર્ભિત એવું આ અનુષ્ઠાન “અમરણ”નો હેતું હોવાથી “અમૃત” અનુષ્ઠાન કહેવાય છે. એમ ગૌતમગણધરાદિ મુનિપુંગવ પુરુષો જણાવે છે.
જોકે તદ્ધતુ અનુષ્ઠાનમાં પણ મુક્તિનો અદ્વેષ અને રાગભાવ વર્તે છે તોપણ અમૃતાનુષ્ઠાન આદરનારને મોક્ષનો અત્યંત અભિલાષ વર્તે છે. સંસાર નિર્ગુણ-અસાર-તુચ્છ લાગે છે. આત્માની મોક્ષાવસ્થા એ જ સારભૂત લાગે છે. એટલે જ મોક્ષની રુચિ (સંવેગભાવ) અત્યંત વૃદ્ધિ પામે છે. ચિત્ત મોક્ષ પ્રત્યે અત્યંત શ્રદ્ધાવાળું બને છે. ઉપેય એવા મોક્ષની રુચિ વધવાથી તેના ઉપાયભૂત ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પ્રત્યે પણ તીવ્ર રુચિ વધે છે. અને તેથી જ જિનેશ્વર ભગવન્તોએ એમ કહ્યું છે તેમ વિધિપૂર્વક - શ્રદ્ધાયુક્ત આ અનુષ્ઠાન હોય છે. એમ ગણધર ભગવન્તો કહે છે.
આ પાંચ અનુષ્ઠાનોમાં વિષ-ગર અને અનનુષ્ઠાન એમ પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો યોગાભાસરૂપ હોવાથી (યથાર્થ યોગ ન હોવાથી) અહિતકારી છે. તથા તદ્ધતુ અને અમૃત એમ પાછલાં બે અનુષ્ઠાનો સદ્યોગ (ઉત્તમ યોગ) હોવાથી હિતકારી = કલ્યાણકારી છે. એમ સાર જાણવો. પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન વખતે કાયિક ચેષ્ટા – પ્રવૃત્તિ હોવા છતાં
0 શ્રી યોગવિશિમ આ ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org