Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સારાંશ એ છે કે જે આત્માઓ સ્થાનાદિ યોગો બરાબર સાચવે છે તેથી ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો શુદ્ધ (બહારથી વિધિપૂર્વક) કરે છે. પરંતુ ચિત્તમાં આ લોક સંબંધી કીર્તિ આદિની ઈચ્છાઓ અથવા પરલોક સંબંધી સ્વગદિકની વિભૂતિની ઈચ્છાઓ જ્વલંત વર્તે છે. તે ભોગોની ઈચ્છાથી જ આ ધમનુષ્ઠાન સેવે છે. તેઓનું આ ધર્માનુષ્ઠાન સૂત્ર બોલતી વખતે “વોહિતમત્તા, નિવસત્તિનાપુ” શબ્દોચ્ચારણ કાલે સમ્યક્તના ગુણની પ્રાપ્તિ માટે તથા નિરૂપસર્ગ જે સ્થાન (મોક્ષ), તેની પ્રાપ્તિ માટે હું કાઉસ્સગ્ન કરું છું આ પ્રમાણે આ ચૈત્યવંદનઅનુષ્ઠાન મોક્ષાર્થક (મોક્ષ છે પ્રયોજન જેનું એવી) પ્રતિજ્ઞા વડે કરાયેલું છે. છતાં ચિત્તમાં આ લોક-પરલોકના ભોગસુખોની ઇચ્છાઓ રાખી તે માટે ધમનુષ્ઠાન કરે છે એટલે વિપરીતાર્થકતાના કારણે (મુખે પ્રતિજ્ઞા મોક્ષની કરે છે અને ચિત્તમાં સંસારવાસના વર્તે છે. આ રીતે વિપરીત છે પ્રયોજન જેનું એવી આ ક્રિયા હોવાના કારણે) કરાતું આ ધમનુષ્ઠાન અનુક્રમે વિષ અને ગર-અનુષ્ઠાનમાં અંતભૂત થાય છે.
કરેલી પ્રતિજ્ઞા કરતાં ચિત્તવૃત્તિ ભિન્ન હોવાથી મૃષાવાદ તો છે જ, તથા બીજા જોનારાઓમાં ધમનુષ્ઠાન સેવતી વખતે આ લોક-પરલોકના સુખની ઇચ્છાઓ રતખાય એમ મિથ્થાબુદ્ધિજનક હોવાથી મૃષાવાદ જ છે એટલું નહિ પરંતુ મહામૃષાવાદ છે. તથા પોતાના આત્મામાં ભોગસુખની વૃત્તિઓને પોષનાર હોવાથી આ મહામૃષાવાદને ભવોભવમાં અનુબંધ કરનાર હોવાથી મૃષાવાદ કે મહામૃષાવાદને બદલે “મૃષાવાદનું અનુબંધી” હોવાથી વિપરીત ફળ જ આપનારું છે એટલે કે કેવળ સંસાર વધારનારું જ છે. તેથી આવાં ઉત્તમોત્તમાનુષ્ઠાનો વખતે ઐહિકાદિ ભોગસુખની વૃત્તિઓ ત્યજી દેવી જોઈએ !
આ પ્રમાણે પાંચ પ્રકારના અનુષ્ઠાનોમાં યોગફળ જણાવ્યું. (૧) અમૃતાનુષ્ઠાન અનંતરપણે મોક્ષદાયક બને છે. (૨) તહેતુઅનુષ્ઠાન પરંપરાએ મોક્ષદાયક બને છે. (૩) અનનુષ્ઠાન નિષ્ફળ છે. મહામૃષાવાદ છે. વિપરીત ફળદ છે.
0 શ્રી યોગવિંશિકા ૬૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org