Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્લોકાર્ધ :- (સ્થાનાદિ યોગ જેમાં નથી એવા) ઇતર જીવોનું આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કાયવાસિત પ્રાયઃ (માત્ર કાયાથી જ કરાયેલી તુચ્છ ક્રિયા તે કાયવાસિત, તે રૂપ પ્રાય) સમજવું. અથવા તેમાં મહામૃષાવાદ દોષ થાય છે એમ જાણવું. તેથી અનુરૂપ (યોગ્ય) જીવોને જ આ ચૈત્યવંદનસૂત્રનો વાસ (પાઠદાન) કરવું. || ૧૨ //
=
'इहरा उ त्ति" । "इतरथा तु" = अर्थालम्बनयोगाभाववतां स्थानादि यत्नाभावे तु तत् चैत्यवन्दनानुष्ठानं, “कायवासितप्रायं" सम्मूर्छनजप्रवृत्तितुल्यकायचेष्टितप्रायं मानसोपयोगशून्यत्वात् उपलक्षणाद् वाग्वासितप्रायमपि द्रष्टव्यं, तथा चाननुष्ठानरूपत्वान्निष्फलमेतदिति भावः ।।
જે મહાત્માઓ અર્થયોગ અને આલંબનયોગવાળા છે તે અમૃતાનુષ્ઠાનવાળા હોવાથી અનંતરપણે ફળને પ્રાપ્ત કરનારા બને છે અને જે સ્થાન તથા ઉર્ણયોગ માત્રમાં પ્રયત્નશીલ છે તે તદ્ધ, અનુષ્ઠાનવાળા હોવાથી પરંપરાએ ફળને પ્રાપ્ત કરનારા બને છે. આ બંને પ્રકારના મહાત્માઓથી ઈતર એવા જે જીવો, કે જે જીવો અર્થયોગ અને આલંબનયોગના અભાવવાળા તો છે પરંતુ સ્થાનયોગ અને ઉર્ણયોગમાં પણ પ્રયત્નવિશેષ નથી. એમ ચારે યોગ વિનાના જીવો વડે કરાતું તે ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન “કાયવાસિત” માત્ર જ છે. એટલે કે માત્ર કાયચેષ્ટા જ છે. અર્થાત્ સમૂર્ણિમ જીવો વડે કરાયેલી ક્રિયાની તુલ્ય કાયચેષ્ટિત ક્રિયા માત્ર સમજવી. કારણ કે માનસિક ઉપયોગ શૂન્ય હોવાથી કંઈ કામની નથી. ઈષ્ટફળને આપવામાં નિરર્થક છે ! ઉપલક્ષણથી આ પ્રમાણે ઉપયોગશૂન્યપણે વચનમાત્રથી બોલાતું ચૈત્યવંદન પણ “વાગ્વાસિત પ્રાય” (વાણીનો વિલાસ માત્ર) જ છે. એમ સમજી લેવું.
આ રીતે ઉપયોગશૂન્યપણે માત્ર કાયા કે વચનથી કરાતું ચૈત્યવંદન “અનનુષ્ઠાન” હોવાથી મોક્ષફળને આપવામાં નિષ્ફળ છે.
કોઈ જીવો આ અનુષ્ઠાન કરતાં કરતાં કદાચ સૂત્રો સ્પષ્ટ બોલાશે. એ આશયથી કયારેક ચિત્ત સૂત્રોમાં પરોવે, ક્યારેક ચિત્ત સંસારના વિચારોમાં પરોવે. તોપણ તે મનયોગનો વ્યાપાર હોવા છતાં પણ પ્રણિધાન આશયવાળું મન ન હોવાથી તે અનનુષ્ઠાન જ કહેવાય છે.
શ્રી યોગવિંશિક ૬૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org