Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
शासनाधिष्टायक इत्यादि, तद्योगवतः - तत्प्रणिधानवतः " प्रायः " बाहुल्येन
"अविपरीतं
परमफल
सम्पादकमेव
તુ” अभीप्सित अर्थालम्बनयोगयोर्ज्ञानयोगतयोपयोगरूपत्वात् ।
तत्सहितरस्य चैत्यवन्दनस्य भावचैत्यवन्दनत्वसिद्धेः, भावचैत्यवन्दनस्य चामृतानुष्ठानरूपत्वेनावश्यं निर्वाणफलत्वादिति भावः ।
“અરિહંત ચેઇયાણું” ઇત્યાદિ ચૈત્યવંદનનાં સૂત્રો બોલનારા જીવો બે પ્રકારના હોય છે. (૧) કેટલાક આત્માઓ સ્થાન અને ઉર્ણયોગ દ્વારા સૂત્રો સ્પષ્ટ-શુદ્ધ વર્ણ-પદ-માત્રાદિવાળાં વ્યવસ્થિત કંઠસ્થ કરી, તેનો સ્થૂલ - સૂક્ષ્મ - અર્થોનો વ્યવસ્થિત અભ્યાસ કરી ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા કરતાં પ્રતિમાદિની સામે એકાકાર બની આલંબનયોગ સાધ્યો છે તેવા અર્થાત્ અર્થયોગ અને આલંબનયોગની નિપુણતાવાળા હોય તથા (૨) કેટલાક આત્માઓ ફક્ત સ્થાનયોગ અને ઉર્ણયોગ દ્વારા સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવાપૂર્વક મુખપાઠ કરી, અમારામાં અર્થયોગ અને આલંબનયોગ ક્યારે આવે તેની ૫૨મસ્પૃહાવાળા હોય ॥ ત્યાં આદિમાં પ્રથમ પ્રકારના જીવોને આશ્રયી સમજાવે છે કે ઃ
સ્પષ્ટ
અત્યંત શુદ્ધ એવું આ ચૈત્યવંદનમાં આવતા દંડક સૂત્રોનું પદશાન અર્થ અને આલંબન યોગવાળાને ઘણું કરીને ઇષ્ટ એવા પરમપદ (મોક્ષરૂપ) ફળનું સંપાદક જ બને છે.
ઉપદેશપદમાં પ્રસિદ્ધ એવાં પદોનું, વાક્યોનું, મહાવાક્યોનું જે જે ઐદંપર્યાર્થ હોય, સૂત્રગત તમામ પદો-વાક્યોનો જે જે સૂક્ષ્માર્થ - ગૂઢાર્થ હોય, તેવા ગૂઢાર્થનું જે જ્ઞાન તે અર્થયોગ કહેવાય છે. તથા ચૈત્યવંદનનાં સૂત્રોમાં આવતા તીર્થંક૨૫રમાત્માને નમસ્કારાદિનું આલંબન લેવું, તેમાં એકમેક થવું, તન્મય-એકાગ્ર બની જવું. જેમકે પ્રથમ દંડકમાં (પ્રથમ સ્તુતિ વખતે) વિવૃક્ષિત એક (અથવા પાંચ) તીર્થંકર પરમાત્માનું, બીજા લોગસ્સ દંડકમાં (બીજી સ્તુતિ વખતે) સર્વે તીર્થંકર પરમાત્માનું, ત્રીજા પુખ્ખરવરદીવર્ડ્સે દંડકમાં (ત્રીજી સ્તુતિ વખતે) તીર્થંકર પરમાત્માના પ્રવચનનું, અને ચોથા સિદ્ધાણં બુદ્ધાણં દંડકમાં (ચોથી સ્તુતિ વખતે) શાસનના અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ દેવોનું જે આલંબન, તે આલંબનયોગ કહેવાય છે.
// શ્રી યોગવિંશિકા × ૫૭ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org