Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તાત્પર્ય એ છે કે અરિહંત ચેઇઆણું વગેરે ચૈત્યવંદનનાં સૂત્રો બોલવાપૂર્વક ધર્મક્રિયા કરતાં હૈયાની અતિશય શ્રદ્ધા હોવાથી, તથા શક્ય એવો ક્રિયાયોગ જીવનમાં વ્યાપ્ત હોવાથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ઉચ્ચારણ કરાતાં, હ્રસ્વ-દીર્ઘ-સંપદા-માત્રા, જોડાક્ષર, લઘુ અક્ષર વગેરેનું સંપૂર્ણ ધ્યાન રાખવાપૂર્વક ક્રમશઃ બોલાતા વણથી યથાર્થ “પદજ્ઞાન' થાય છે. સુત્રોનો સ્પષ્ટ મુખપાઠ થાય છે. અશુદ્ધિ હોતી નથી, સૂત્રો બોલતાં ઉપયોગવાળું પદજ્ઞાન વર્તે છે. એકાગ્રતા, તન્મયતા વ્યાપે છે. આ જ અનુષ્ઠાન મુક્તિાપક છે એમ જણાય છે.
આવું શુદ્ધ પદોચ્ચારણ કરાયે છતે દોષોનો અભાવ હોતે છતે શુદ્ધ પદજ્ઞાન થાય છે. કોઈ વક્તા શુદ્ધ પદોચ્ચારણ કરતો હોય. પરંતુ શ્રોતા શ્રોત્રેન્દ્રિયની ખામીવાળો હોય, અથવા ઉપયોગશૂન્ય હોય. અથવા સાંભળવામાં ઘોંઘાટ આદિ કોઈ વ્યાઘાત હોય તો પરિશુદ્ધ પદજ્ઞાન (શુદ્ધ શબ્દોનું જ્ઞાન) થતું નથી. પરંતુ (૧) શ્રોત્રેન્દ્રિયની ખામી, ઉપયોગશૂન્યતા તથા ઘોંઘાટાદિ દોષોનો જો અભાવ હોય તો વક્તાના ઉચ્ચારણથી શ્રોતાને યથાર્થ પદજ્ઞાને થાય છે. કારણ કે પરિશુદ્ધ પદજ્ઞાન તે માત્ર “શ્રાવણ” સામગ્રીને જ આધીન છે. એટલે કે સૂત્રોના શુદ્ધ મુખપાઠની પ્રાપ્તિ થવામાં (૧) શ્રોત્રેન્દ્રિયની નિર્મળતા, ઉપયોગયુક્તતા, શ્રવણ (કાન) સંબંધી સામગ્રી જ કારણ છે. માટે શ્રદ્ધાયુક્ત, ક્રિયારુચિવાળા આત્માને શ્રાવણ સામગ્રીથી યથાર્થ પદોચ્ચારણ દ્વારા યથાર્થ પદજ્ઞાન થાય છે.
एयं चात्थालंबण, जोगवओ पायमविवरीयं तु ।
इयरेसिं ठाणाइसु, जत्तपराणं परं सेयं ।। ११ ।। શ્લોકાર્ધ :- અર્જયોગ અને આલંબનયોગવાળાને આ પદજ્ઞાન પ્રાયઃ અવિપરીત (એટલે યથાર્થ એવા) મોક્ષફળને આપનારું બને છે. અને સ્થાનાદિ (સ્થાન-ઉર્ણયોગ)માં યત્નપરાયણ એવા ઈતર જીવોને આ પદજ્ઞાન (પરંપરાએ) પરમ શ્રેય રૂપ (કલ્યાણનું કારણ) બને છે. / ૧૧ “ર્થ ર ત્તિ” | “પુત” = પરિશુદ્ધ ચૈત્યવન્દ્રનg૫રિજ્ઞાન”, “મર્થ” = उपदेशपदप्रसिद्धपदवाक्यमहावाक्यैदंपर्यार्थपरिशुद्धज्ञानम्, आलम्बनं च प्रथमे दण्डके 5 धिकृततीर्थकृद् द्वितीये सर्वे तीर्थकृतः, तृतीये प्रवचनम्, चतुर्थे सम्यग्दृष्टिः
શ્રી યોગવિંશિક છે ૫૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org