Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બનાવવા માટે સંસારી બાહ્યભાવોથી રોકવા સાર સામે સ્થાપિત જિનપ્રતિમા અથવા ગુરુસ્થાપનમાં ચિત્ત પરોવવું અત્યંત જરૂરી છે. અને તે જ આલંબન યોગ કહેવાય છે. જિનપ્રતિમા અને ગુરુસ્થાપનામાં જો ચિત્ત તન્મય બને તો સાક્ષાત્ ગુરુ જ હાજર છે એમ લાગવાથી બેસવામાં, ઊઠવામાં, બોલવામાં તથા તમામ પ્રવૃત્તિમાં વિવેકદષ્ટિ જાગ્રત થાય, જે કર્મક્ષયનું કારણ બને. || ૪ |
યોગના આ ચાર ભેદો કહ્યા. હવે રહિત (નિરાલંબન) નામનો પાંચમો યોગ કહે છે ?
રૂપી દ્રવ્યોના આલંબન રહિત, સર્વ વિકલ્પોથી રહિત, એવા જ્ઞાનના ઉપયોગ માત્રમાં જ એકાગ્રતા = સ્થિરતા રૂપ જે સમાધિ તે નિરાલંબન' યોગ કહેવાય છે.
જ્યારે આત્મા બાહ્યભાવોથી પર બની જ્ઞાયક સ્વભાવમાત્રમાં વર્તે, કષાયોના વિકલ્પો શાંત થઈ જાય. સ્વદ્રવ્યમાં જ એકાગ્રતાવાળો બને, પરમેધ્યાનારૂઢ બને, તે વખતની જે સમાધિ-સ્થિરતા-નિર્વિકલ્પદશા તે નિરાલંબન યોગ છે. | ૫ ||.
પ્રશ્નઃ અહીં પાંચ યોગ ભેદોનું ક્રમશઃ વર્ણન ચાલે છે. ત્યાં વચ્ચે “ક્ત વત્વીરો મેવા:” પદ શા માટે મૂક્યું? પ્રથમના ચાર અને નિરાલંબન યોગમાં શું કંઈ તફાવત છે?
ઉત્તર : હા તફાવત છે. અને તફાવત જણાવવા માટે જ વચ્ચે આવી વાક્યરચના કરી છે. પ્રથમના ચાર યોગભેદ કાળે મુદ્રા, સૂત્રોરચારણ, અથવગમન, પ્રતિમા ધ્યાનાદિ* બાહ્ય આલંબનો છે. તે વખતે આત્માનો જ્ઞાનોપયોગ પરદ્રવ્યાશ્રિત છે. બાહ્ય છે. ક્રમશઃ એકેકમાં વારંવાર પરિવર્તનશીલ છે. જ્યારે નિરાલંબન યોગમાં આત્માનો જ્ઞાનોપયોગ સ્વદ્રવ્યાશ્રિત છે. આંતરિક છે. અત્યંત સ્થિર છે. સમાધિસ્વરૂપ છે. આ અર્થ જણાવવા માટે પ્રથમના ચારની પૂર્ણાહુતિ સમયે આવી વાક્યરચના કરી છે. |
આ પ્રમાણે આ પાંચ પ્રકારનો યોગ તત્રમાં એટલે યોગની પ્રધાનતાવાળા શાસ્ત્રોમાં વર્ણવેલો છે. અહીં મૂળ શ્લોકમાં “પ્રતિપાવિતઃ”
/ શ્રી યોગવિશિw ૨૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org