Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છે. મિથ્યાત્વમોહનીય અને જ્ઞાનાવરણીયના ઉદયને અવિદ્યા કહેવાય છે. એકનો ઉદય વિપરીત જ્ઞાન કરાવનાર છે અને બીજાનો ઉદય જ્ઞાનનિરોધ કરનાર છે. આવાં કર્મોના ઉદયથી અવિદ્યાના બળે સંસારવર્તી કેટલાક પદાર્થોમાં ઇષ્ટત્વ ભાસે છે અને કેટલાક પદાર્થોમાં અનિષ્ટત્વ ભાસે છે. શરીર, પરિવાર, ધન, સાતા, આદિમાં ઇષ્ટત્વ અને અસાતા, શત્રુ, અરુચિકારક પદાર્થોમાં અનિષ્ટત્વ ભાસે છે. તે અવિદ્યાનિત છે. માટે તેવી ઇષ્ટત્વ અને અનિષ્ટત્વ બુદ્ધિનો પરિહાર કરી વ્યવહારથી શુભ જણાતા સાતાદિ અને અશુભ જણાતા અસાતાદિ વિષયો પ્રત્યે તુલ્યતાની જે ભાવના તે સમતાયોગ કહેવાય છે. (યોગબિંદુ; શ્લોક - ૩૬૪)
મનો દ્વારા વિકલ્પ રૂપ, અને શરીર દ્વારા પરિસ્પંદનરૂપ જે અન્ય સંયોગાત્મક વૃત્તિઓ છે તેનો અપુનર્ભાવથી નિરોધ થવો તે વૃત્તિસંક્ષય કહેવાય છે. મોહનીયકર્મના ઉદયજન્ય મનના વિકલ્પો અપ્રમત્ત સુધી હોય છે. અને મતિશ્રુત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપમજન્ય ચિંતન-મનનાત્મક મનના વિકલ્પો બારમા ગુણઠાણા સુધી હોય છે. શરીરસંબંધી ગમનાગમન દ્વારા પરિસ્પંદનાત્મકવીર્ય તેરમા ગુણઠાણા સુધી હોય છે. મન અને શરીર એ બંને પૌદ્ગલિક હોવાથી આત્માથી અન્યદ્રવ્ય છે. તે અન્યદ્રવ્યના સંયોગથી થતી માનસિક વિકલ્પરૂપ અને શારીરિક પરિસ્પંદનરૂપ વૃત્તિઓનો ફરી પાછી ન આવે તે રીતે ક્ષય કરવો તે “વૃત્તિસંક્ષય” કહેવાય છે. અપુનભવન એમ કહ્યું છે માટે તે૨મા ગુણઠાણાના પ્રથમ સમયે મનોવૃત્તિનો અને ચૌદમાના પ્રથમ સમયે શારીરિક વૃત્તિનો જે ક્ષય થાય છે તે જાણવો. ક્ષયોપશમ દશાથી થયેલો વૃત્તિસંક્ષય પુનઃવિવાળો પણ હોય છે. (યોગબિંદુ: શ્લોક - ૩૬૬)
अथेतेषामध्यात्मादीनां स्थानादिषु कुत्र कस्यान्तर्भावः इति चेद् उच्यते- अध्यात्मस्य चित्रभेदस्य देवसेवाजपतत्त्वचिंतनादिरूपस्य यथाक्रमं स्थाने उर्णेऽर्थे च । भावनाया अपि भाव्यसमानविषयात्वात्तत्रैव । ध्यानस्यालम्बने । समतावृत्तिसंक्षययोश्च तदन्ययोग इति भावनीयम् । ततो देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादियोगप्रवृत्तिः संभवतीति सिद्धम् ।
સ્થાનાદિ યોગોની પ્રવૃત્તિ દેશ-સર્વચારિત્રવાળાને જ હોય છે એમ મૂળ ત્રીજા શ્લોકમાં કહ્યું છે. આ વાતની પુષ્ટિ માટે આ ત્રીજી ગાથાની // શ્રી યોગવિંશિકા × ૨૯ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org