Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ભાવના લાગણીરૂપ), નિર્વેદમાં સંસારિક ભાવો પ્રત્યે તિરસ્કારાત્મક દ્વેષરૂપ, અને સંવેગમાં મોક્ષ પ્રત્યેની પ્રીતિસ્વરૂપ રાગાત્મક પ્રશસ્ત કષાયો હોય છે. જ્યારે શમભાવમાં અપ્રશસ્ત કે પ્રશસ્ત કષાયોની શાન્તિ થવારૂપ માત્ર ઉદાસીનતા પ્રબળ હોય છે. તેથી સર્વશ્રેષ્ઠ આ ગુણ છે.
આ અનુકંપાદિ ચારે ભાવો ઇચ્છાદિ ચારે યોગોનું ક્રમશઃ અનુભાવ = પાછળ ઉત્પન્ન થનારા = અથતુ કાર્યો છે. તે ઇચ્છયોગમાંથી અનુકંપા, પ્રવૃત્તિયોગમાંથી નિર્વેદ, સ્થિરયોગમાંથી સંવેગ અને સિદ્ધિયોગમાંથી શમભાવ ઉત્પન્ન થાય છે. તેથી ઇચ્છાદિ યોગો કારણ છે અને અનુકંપાદિ ભાવો ઇચ્છાદિ યોગોનાં કાર્યો છે.
જોકે આ અનુકંપાદિ ચારે ભાવો જિનેશ્વર પ્રભુના પ્રવચનમાં સમ્યક્તના કાર્યભૂત સમ્યત્ત્વનાં લિંગો (ચિહ્નો) તરીકે કહેલાં પ્રસિદ્ધ છે. તોપણ વિશિષ્ટ એવા યોગના અનુભવથી સિદ્ધ એવા આ અનુકંપાદિ વિશિષ્ટ ઇચ્છાદિનાં કાર્ય તરીકે અહીં કહેવાતાં કંઈ વિરુદ્ધ નથી. અર્થાત્ યોગ્ય જ છે.
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે
જૈન પ્રવચનમાં શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતા એમ પાંચ સમ્યક્તનાં લિંગો - ચિહ્નો કહ્યાં છે. જેને સમ્યક્ત પ્રાપ્ત થાય છે તે જીવને શમાદિ ગુણો પ્રાપ્ત થાય છે. “સમ્યક્ત” એ આત્માનો આન્તરિક ગુણ છે. તે પ્રગટ થયું છે એમ શેનાથી જણાય ? શમાદિ બાહ્ય લિંગોથી જણાય છે. જે જીવોમાં શમ-સંવેગાદિ ગુણો (બાહ્ય લક્ષણો) દેખાતાં હોય તે જીવોમાં “સમ્યક્ત” થયેલું છે એમ અનુમાન કરાય છે. એટલે સમાદિ પાંચ લક્ષણો સમ્યક્તનાં કાર્યો છે. | આ ગાથામાં અનુકંપાદિ આ ચાર ગુણો ઈચ્છાદિ યોગોનાં કાર્યો કહ્યાં છે તે કેમ સંગત થાય ? કારણ કે ઈચ્છાદિ યોગો દેશવિરતિ તથા ચારિત્રધરને હોય છે. તે આવ્યા પહેલાં ચોથે ગુણઠાણે જ અનુકંપાદિ તો હોય જ છે !
આ પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે અનુકંપાદિ કાર્યો બે પ્રકારનાં છે. (૧) સામાન્ય અને (૨) વિશેષ. જ્યારે આત્માને સમ્યક્ત પ્રાપ્ત થાય છે ત્યારે સામાન્ય અનુકંપાદિ કાય પ્રગટ થાય છે.
0 શ્રી યોગવિશિમ ૪૯ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org