Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રવૃત્તિયોગમાં તેના કાર્યભૂત નિર્વેદ પ્રગટ થાય છે. । ત્યારબાદ વિકાસ વધતાં વિઘ્નોની ચિંતા વિનાનું સ્થિરાનુષ્ઠાન જેમ જેમ આવે છે તેમ તેમ પ્રાપ્ત એવા સ્થિરાનુષ્ઠાનના સંવેદનથી મોક્ષાભિલાષસ્વરૂપ સંવેગ પ્રગટ થાય છે । સ્થિર યોગની પ્રબળતા થતાં સિદ્ધિયોગ જ્યારે આવે છે ત્યારે સર્વત્ર રાગ-દ્વેષ વિનાના ઉદાસીનભાવસ્વરૂપ શમત્વ પ્રાપ્ત થાય છે.
-
પ્રશ્ન ઃ જો લાભક્રમની દૃષ્ટિએ પ્રથમ આસ્તિક્તા અને પછી અનુકંપા નિર્વેદ આદિ આવતાં હોય તો પ્રથમ શમથી ક્રમ કેમ જણાવ્યો ?
ઉત્તર ઃલાભક્રમની દૃષ્ટિએ પાનુપૂર્વીએ ક્રમ હોવા છતાં પણ પ્રધાનતાની અપેક્ષાએ આ પ્રમાણે (શમત્વના પ્રારંભથી) ક્રમ જણાવ્યો છે. અર્થાત્ પાંચે ગુણોમાં શમત્વ ગુણ પ્રધાન છે. અને તે અન્તે પ્રાપ્ત કરલાલાયક છે. પ્રધાનગુણોના ક્રમે આ રીતે ઉપન્યાસ કર્યો છે. આવું “સદ્ધવિંશિકા” નામના ગ્રંથમાં કહ્યું છે.
પૂજ્ય હરિભદ્રસૂરિજી-કૃત “વિંશતિવિંશિકા’માં છઠ્ઠી. “સદ્ધર્મવિંશિકા”ના અઢારમા શ્લોકમાં ઉપરોક્ત હકીકત કહેલી છે. તે આ પ્રમાણે :
पच्छाणुपुव्विओ पुण, गुणाणमेएसिं होइ लाहकमो । पाहनओ उ एवं विन्नेओ सिं उवन्नासो || (પછી સદ્ધર્મવિશિષ્ઠા)
શ્લોક - ૧૮
શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્તા આ પાંચે ગુણોનો લાભક્રમ પશ્ચાનુપૂર્વીએ જાણવો. અને તે પાંચે ગુણોનો આ ઉપન્યાસક્રમ પ્રાધાન્યતાથી કરાયેલો જાણવો ।
तदेवं हेतुभेदेनानुभावभेदेन चेच्छादिभेदविवेचनं कृत्तम् I तथा च स्थानादावेकैकस्मिन्निच्छादिभेदचतुष्टयसमावेशादेतद्विषया अशीतिभेदाः संपन्ना, एतन्निवेदनपूर्वमिच्छादि भेदभिन्नानां स्थानादीनां सामान्येन योजनां शिक्षयन्नाह :
તે આ પ્રમાણે કારણભેદોથી અને અનુભાવ(કાર્ય)ભેદોથી ઇચ્છાદિ ભેદોનું વિવેચન કરાયું. અર્થાત્ અસંખ્યાત પ્રકારના ક્ષયોપશમભેદસ્વરૂપ કારણભેદોને લીધે ઇચ્છાદિભેદો ચિત્ર-વિચિત્ર છે એમ સમજાવ્યું. તથા ઇચ્છાદિ યોગોમાંથી અનુકંપાદિ ક્રમશઃ ચાર અનુભાવભેદો પ્રગટ થાય ॥ શ્રી યોગવિંશિકા
પર /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org