Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જેમ જ ભાવના યોગ પણ ત્યાં જ (સ્થાન-ઉર્ણ-અને અર્ધયોગમાં જ) સમાવેશ પામે છે. તફાવત એટલો માત્ર છે કે અધ્યાત્મયોગમાં પરિણામ પ્રવર્ધમાન જ હોય એવો નિયમ નથી જ્યારે ભાવનાયોગમાં પરિણામ પ્રવર્ધમાન જ હોય છે.
ત્રીજો “આધ્યાન” યોગ આલંબન યોગમાં સમાવિષ્ટ બને છે. પ્રતિક્રમણ આદિ ક્રિયાકાલે સૂત્રોચ્ચારણમાં ઉપયુક્ત હોય તો ઉર્ણયોગ, તેના વાચ્ય અર્થમાં ઉપયુકત હોય તો અર્ધયોગ અને ત્યારબાદ સુત્રોના વાચ્ય એવા પદાર્થમાં સ્થિર ઉપયોગવાળો બને ત્યારે તે પદાર્થ જ ધ્યાનનું આલંબન બને છે. પ્રતિમાદિ બાહ્ય આલંબનમાં જ્યારે આત્મ સ્થિર ઉપયોગવાળો બને ત્યારે તે ધ્યાનયોગ પ્રતિમાદિ આલંબનરૂપ હોવાથી આલંબનયોગમાં સમાવિષ્ટ બને છે. સમતા યોગ અને વૃત્તિસંક્ષય એ બંને યોગો “તદન્યયોગ” = નિરાલંબનયોગમાં સમાવેશ પામે છે એમ ભાવવું.
જ્યારે આત્મા પ્રતિમાદિ બાહ્યલંબનને છોડી અંતર્મુખવૃત્તિવાળો બને છે. ત્યારે નિરાલંબનયોગવાળો બને છે અને તે કાળે પર પદાર્થો પ્રત્યે ઈનિષ્ટત્વની કલ્પના હોતી નથી. સુખ-દુઃખ-ભવ-મોક્ષ જેવા શુભાશુભ વિષયો સમાન ભાસે છે. જગતના તમામ પદાર્થો સમ જણાય છે. માટે સમતાયોગ નિરાલંબનયોગમાં અંતભવ પામે છે. આ યોગ ક્ષપકશ્રેણીમાં અને તેના સમીપવત કાળમાં આવે છે. જો કે આ દશામાં પણ પોતાના ગુણોનું આલંબન હોવાથી અને ગુણો પ્રત્યેના અનુરાગાત્મક સંજ્વલના કષાયનો ઉદય હોવાથી પૂર્ણ નિરાલંબનતા અને પૂર્ણ સમતા નથી. તોપણ તે યત્કિંચિત્, નહિવત્, અલ્પ હોવાથી અને પારદ્રવ્યવિષયક નહીં હોવાથી આલંબન કે વિષમતા ગણાતી નથી.
વૃત્તિસંક્ષય તો સંયોગીકેવલી અને અયોગી કેવલી દશામાં પ્રગટ થાય છે. અને કેવલી આત્માઓને ધ્યાનાન્તરિકા દશા હોય છે. છતાં અનાલંબનયોગના ફળરૂપ કેવળજ્ઞાન અને યોગનિરોધની જે પ્રાપ્તિ છે તે પણ કાર્યમાં કારણનો ઉપચાર કરીને અનાલંબનયોગ કહેવાય છે. તેથી વૃત્તિસંક્ષયનો અનાલંબન યોગમાં સમાવેશ થાય છે.
આ પ્રમાણે અધ્યાત્માદિ પાંચ યોગો સ્થાનાદિયોગોમાં અંતભવ પામે છે અને તે ચારિત્રવાન્ પુરુષોને જ હોય છે એથી સ્થાનાદિયોગોની
0 શ્રી યોગવિશિm ૩૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org