Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
એવા વિશેષ ભેદોનું જે કથન કર્યું છે તેની અપેક્ષાએ આ શ્લોકમાં વળી બીજી રીતે સ્થાનાદિયોગોમાં એકેકના ચાર-ચાર ભેદો થાય છે તે જણાવે છે. અથતુ જેમ બે ભેદો છે તેમ એકેકના ચાર-ચાર ભેદો પણ છે. અહીં ટીકામાં વિમેવ શબ્દને બદલે કિમે શબ્દ હોય તો અર્થ વધારે સંગત થાય છે. કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે ભેદોના કથનની અપેક્ષાએ આ ચાર ભેદ બીજી રીતે સમજાવે છે. છતાં વિમે શબ્દ પણ કર્મયોગ અને જ્ઞાનયોગ એમ વિશેષભેદોના કથનની અપેક્ષાએ એવો અર્થ કરવાથી બે ભેદના અર્થને જ પ્રતિપાદન કરતો હોવાથી કંઈ અસંગત નથી.
સ્થાનાદિ પાંચે યોગો સામાન્યથી બતાવ્યા હોવા છતાં પણ તત્ત્વથી એટલે કે પરમાર્થથી યોગસંબંધી જે જે શાસ્ત્રો છે તેમાં કહેલી પરિપાટીને અનુસારે ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એવા ભેદોને આશ્રયી એકેક યોગ ચાર-ચાર પ્રકારે જાણવો.
જોકે સામાન્યથી આ યોગોના અર્થ પહેલાં બતાવ્યા છે. તોપણ સૂક્ષ્મ રીતે વિચારતાં એકેકના ચાર-ચાર ભેદો થાય છે તે આ પ્રમાણે :
(૧) ઇચ્છા, (૨) પ્રવૃત્તિ, (૩) સ્થિરતા, (૪) સિદ્ધિ. જોકે મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની તતમતાને અનુસાર સ્થાનાદિ યોગોના અસંખ્ય ભેદો થાય છે. તોપણ જાણી શકાય એવી સ્થૂળ વ્યક્તિ પરિણામોની તરમતાના આધારે ચૌદ ગુણસ્થાનકની જેમ યોગશાસ્ત્રોમાં બતાવેલી રીતિને અનુસારે ચાર ભેદો જણાય છે.
કોઈ વ્યક્તિ સ્થાનાદિ યોગનું માહાસ્ય સાંભળીને અથવા જાણીને તે જ પ્રમાણે વર્તવાની તીવ્ર ઉત્કંઠાવાળો થાય. છતાં તથાવિધ શક્તિની વિકલતાના કારણે અથવા સંયોગોની પ્રતિકૂળતાના કારણે તે પ્રમાણે વર્તી ન શકે. પરંતુ બળવાન ઇચ્છા વર્તતી હોય તો તે ઇચ્છાયોગ કહેવાય છે. જ્યારે શક્તિ અને સંયોગો પ્રાપ્ત થતાં શાસ્ત્રમાં જે પ્રમાણે યોગનું સ્વરૂપ વિદિત છે તે પ્રમાણે પ્રવૃત્તિ કરે, ત્યારે તે પ્રવૃત્તિયોગ બને છે. પ્રવૃત્તિ કરવા છતાં બાહ્ય સંજોગોની પ્રતિકૂળતા રૂપ વિઘ્ન અથવા આંતરિક ઉદ્ગાદિ વિનો આવે તો પ્રવૃત્તિ ટકી શકતી નથી. માટે આવાં વિઘ્નોનો પરાભવ કરી તે પ્રવૃત્તિ અતિશય સ્થિર ભાવને પામે છે ત્યારે સ્થિરતાયોગ કહેવાય છે. સ્થિર થવા છતાં રૂઢિ પ્રમાણે કાયિક પ્રવૃત્તિમાત્ર હોય તો
શ્રી યોગવિશિમ જ ૩૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org