Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તથા શુદ્ધિવિશેષને લીધે તે બાધકદોષોની અનુત્પત્તિને લીધે આ સ્થિરયોગાત્મક અનુષ્ઠાન તે બાધકદોષોથી રહિત જ હોય છે.
સારાંશ કે પ્રવૃત્તિયોગમાં સ્થાનાદિયોગોનું સેવન કરતાં કરતાં અતિશય અભ્યાસરૂપ અનુષ્ઠાન બનતું જાય છે. પ્રથમ કક્ષામાં બાધક દોષોનો જે ભય હતો તેનો પ્રતિકાર કરી શકે તેવું વયવિશેષ પ્રગટ થવાથી નિબંધક થાય છે. અને ત્યારબાદ બીજી કક્ષામાં અધિક અધિક નિબંધક જાતિનું બનવાથી, અતિશય શુદ્ધિવિશેષ પ્રગટ થવાથી બાધક દોષોની ઉત્પત્તિ જ અટકી જાય છે. એવું નિરતિચાર અનુષ્ઠાન બની જાય છે. અને દોષોનો ભય જ ટળી જવાથી અત્યંત સ્થિરતાભાવને પામનારું અનુષ્ઠાન બને છે.
સ્થિરયોગની પ્રાથમિક કક્ષા બાધક દોષોના પ્રતિઘાતવાળી હોવાથી નિબંધક અને નિરતિચાર હોય છે અને ઉત્તરકક્ષા શુદ્ધિવિશેષવાળી હોવાથી બાધક દોષોના અનુત્થાનના કારણે તે નિબંધકતાની જ વિશિષ્ટ જાતવાળું નિરતિચાર અનુષ્ઠાન બને છે.
"सर्व" = स्थानादि स्वस्मिन्नुपशमविशेषादिफलं जनयदेव परार्थसाधकंस्वसन्निहितानां स्थानादियोगशुद्धयभाववतामपि तत्त्सिद्धिविधानद्वारा परगतस्वसदृशफलसंपादकं पुनः सिद्धिर्भवति । अत एव सिद्धाहिंसानां समीपे हिंसाशीला अपि हिंसां कर्तुं नालम् । सिद्धसत्यानां च समीपे 5 सत्यप्रिया अप्यसत्यमभिधातुं नालम् । एवं सर्वत्रापि ज्ञेयम् । “इति" = इच्छादि भेदपरिसमाप्ति-सूचकः । अत्रायं मत्कृतः संग्रहश्लोकः
इच्छा तद्वत्कथाप्रीतिः, पालनं शमसंयुतम् । पालनं (प्रवृत्तिः) दोषभीहानिः, स्थैर्य सिद्धिः परार्थता ।। १ ।।
રૂતિ || ૬ ||.
હવે સિદ્ધિયોગનું સ્વરૂપ સમજાવે છે -
સેવાતા સ્થાનાદિ યોગો પોતાનામાં ઉપશમવિશેષ આદિ ફળને ઉત્પન્ન કરતા છતા પરાર્થસાધક બને, (પરમાં પણ તેવા ફળને આપનાર બને).
[0 શ્રી યોગવિંશિમ ૪ર /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org