Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તેમની સમીપે ત્યજીને ઉપશાન્ત થઈ જાય. આવા પરાર્થફલ સંપાદક યોગની પ્રાપ્તિ તે સિદ્ધિયોગ કહેવાય છે ।
છઠ્ઠી મૂળ ગાથામાં ત્તિ = રૂતિ એવો જે શબ્દ છે તે ઇચ્છાદિ ચાર યોગોના ભેદોની સમાપ્તિ સૂચક છે ॥
ટીકાકાર પૂ. યશોવિજયજી મ. જણાવે છે કે ઇચ્છાદિ ચારે યોગોના અર્થને જણાવના૨ સંગ્રહાત્મક શ્લોક મારા વડે (અધ્યાત્મસારમાં) કરાયેલો આ પ્રમાણે છે :
“યોગવાળા પુરુષોની કથા પ્રત્યે પ્રીતિ તે ઇચ્છાયોગ । ઉપશમ ભાવપ્રધાન પાલન તે પ્રવૃત્તિયોગ | બાધક દોષોના ભયોનો ત્યાગ તે સ્થિરતા । અને પરફળસંપાદકતા તે સિદ્ધિયોગ જાણવો ॥
ઉપરોક્ત ભાવને સમજાવનારા ‘અધ્યાત્મસાર’પ્રબંધ ત્રીજાના ૮૭/૮૮ એમ બે શ્લોક જાણવા. તે બંને શ્લોકો આ પ્રમાણે છે.
इच्छा तद्वत्कथाप्रीतियुक्ताऽविपरिणामिनी । प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥ ८७ ॥
અતિશય પ્રીતીયુક્ત એવી, તથા યોગધર્મ તરફ આભિમુખ કરનારી (પણ વિમુખ ન કરનારી) એવી તે યોગધર્મવાળા મહાત્માઓની જે કથા તે ઇચ્છાયોગ કહેવાય છે. સર્વ ઠેકાણે ઉપશમથી યુકત એવી સમ્યગ્ પ્રકારે યોગની પાલના તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. II
सत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया ।
रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥ ८८ ॥
મોહનીયકર્મના સમ્યગ્ એવા ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિની ચિન્તાથી રહિત એવું જે અનુષ્ઠાન તે સ્થિરયોગ. તથા પરના ઉપકારને કરનારું એવું જે ધર્માનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે. II ૮૮ II
उक्ता इच्छादयो भेदाः अथैतेषां हेतूनाह
યોગના ઇચ્છા આદિ ચારે ભેદો કહ્યા, હવે એનાં કારણો જણાવે
છે ઃ
Jain Education International
// શ્રી યોગવિંશિકા ૪૪ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org