Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સ્થાનાદિ યોગોથી યુક્ત એવા મહાત્મા પુરુષોની કથા સાંભળવામાં (અતિશય) પ્રીતિથી સંગત (યુક્ત) એવી જે ઈચ્છા. તે ઇચ્છાયોગ જાણવો.
જે આત્માઓને ભવ ઉપર હજુ ઉદ્વેગ ઉત્પન્ન નથી થયો, અને મોક્ષની રુચિ પ્રગટ નથી થઈ તેવા જીવો ધર્મ આચરે તોપણ સદ્ગતિ માટે અથવા પુણ્યબંધાદિના ઉદ્દેશથી ધર્મ આચરે છે. પરંતુ જે મહાત્માઓને સંસારનાં સુખો પ્રત્યે નિર્વેદ ઉત્પન્ન થયો છે અને મોક્ષની તાલાવેલી લાગી છે. તેવા મહાત્માઓને મોક્ષના અવધ્ય હેતુભૂત યોગને વિશે પ્રીતિ થાય છે. મોક્ષના અનન્ય કારણભૂત એવા યોગનાં સ્વરૂપ (અર્થ)નું મહત્ત્વ સમજાય છે. આવા યોગાત્મક અર્થને જાણવાની ઈચ્છા વડે અથવા યોગાત્મક અર્થ જેમ જેમ જણાય તેમ તેમ તેને જાણવા વડે એમ બંને પ્રકારે (અર્થબભત્સા અને અર્થબોધ વડે) ઉત્પન્ન થયેલો જે હર્ષ, તે હર્ષાત્મક એવી પ્રીતિથી યુક્ત ઈચ્છા થાય છે. જે જીવો જેના અર્થી હોય તે જીવોને તે વિષયની અને તેના ઉપાયોની તીવ્ર ઉત્કંઠા પ્રવર્તે છે. જેમ કામી જીવ કામવિષયક કથા સાંભળવામાં, ધનાર્થી ધનવિષયક કથા સાંભળવામાં તીવ્ર ઉત્કંઠાવાળો હોય છે. તેમ યોગાત્મક અર્થનો અર્થી જીવ યોગી પુરુષોની કથા સાંભળવામાં તીવ્ર ઉત્કંઠાવાળો હોય છે.
આવી યોગી પુરુષોની કથા સાંભળવામાં ઉત્કંઠા = હર્ષરૂપ પ્રીતિથી યુક્ત એવી વિપરિણામીની જે ઇચ્છા તે ઈચ્છાયોગ કહેવાય છે. વિપરિણામીની વિશિષ્ટ પરિણામવાળી ઇચ્છા એટલે કે આવો ઇચ્છારૂપ યોગ જેને વર્તે છે તેવા જીવો પોતે વિધિપૂર્વક આવો શ્રેષ્ઠ યોગ સેવવા ઇચ્છે છે. પરંતુ શરીરાદિ સહકારી કારણોની વિકલતાના કારણે તેવો શ્રેષ્ઠ યોગ સેવી ન શકે તોપણ તેવો વિધિપૂર્વક યોગ સેવનારા મહાત્માઓ પ્રત્યે બહુમાનાદિ (આદિ શબ્દથી વિનય-સેવા-ભક્તિ-વૈયાવચ્ચ વગેરે) વર્તે છે ગર્ભમાં (હૃદયમાં) જેને એવા પરિણામને ધારણ કરનારી ઇચ્છા હોય છે. તથા પોતાના ઉલ્લાસ માત્રથી યત્કિંચિત્ અભ્યાસાદિ રૂપ વિચિત્ર પરિણામને ધારણ કરનારી ઇચ્છા વર્તે છે. એટલે કે વિધિપૂર્વક પોતાને યોગ સેવવાની ઇચ્છા છે. પરંતુ શરીરાદિની તથાવિધ શક્તિવિકલતાના કારણે પોતે તેવો યોગ સેવી શકતો નથી. તેથી વિધિપૂર્વક
_શ્રી યોગવિશિા ૩૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org