Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શબ્દસ્વરૂપ છે. તે પુદ્ગલાત્મક છે. યોગ નથી. પરંતુ ઉચ્ચારણ કરાતા એવા શબ્દનું ગ્રહણ કરેલું હોવાથી તેવા શબ્દપ્રયોગ વખતે કરાતી ઉચ્ચારણાત્મક જે ક્રિયા તે ક્રિયા સ્વરૂપ છે. સારાંશ કે ઉચ્ચારણ કરવા સ્વરૂપ અંશમાં ક્રિયાપણું રહેલું છે. માટે આ બંને યોગો ક્રિયાયોગ છે. - તથા અર્થ, આલંબન અને નિરાલંબન રૂપ જે ત્રણ યોગો તે જ્ઞાનયોગ છે. મૂળ શ્લોકમાં કહેલો તુ શબ્દ એવકાર અર્થવાળો છે. તેથી આ ત્રણ જ્ઞાનયોગ જ છે. તે આ પ્રમાણે - અથાદિ ત્રણે જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનયોગ જ છે. કારણ કે અર્ધયોગમાં શબ્દોથી વાચ્ય વસ્તુનું અર્થજ્ઞાન કરવાનું છે. માટે જ્ઞાનયોગ છે. આલંબનયોગમાં પ્રતિમાનું ધ્યાન ધરવારૂપ જ્ઞાનયોગ છે અને નિરાલંબન યોગ તો જ્ઞાનાત્મક જ છે. एष कर्मयोगो ज्ञानयोगो वा कस्य भवतीति स्वामिचिन्तायामाहः
આ ક્રિયાયોગ અથવા જ્ઞાનયોગ કયા જીવોને હોય છે? એવી સ્વામિત્વની વિચારણામાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે :
देसे सव्वे य तहा, नियमेणेसो चरितिणो होइ । __ इयरस्स बीयमित्तं, इत्तुच्चिय केइ इच्छन्ति ।। ३ ।। શ્લોકાર્ધ - સ્થાનાદિ પાંચ પ્રકારનો આ યોગ દેશચારિત્ર અને સર્વચારિત્રવાળાને જ નિયમો હોય છે. આ કારણથી જ ઇતર (અપનબંધકાદિ) જીવોને બીજ માત્ર જ હોય છે. (ઇતર એવા અપુનબંધકાદિ જીવોને) બીજરૂપ જે યોગ છે તેમાં યોગનો ઉપચાર કરીને કેટલાક = વ્યવહારનયવાળા યોગ માને છે. / ૩ / "देसे सव्वे य" त्ति । सप्तम्याः पञ्चम्यर्थत्वाद्देशतस्तथा सर्वतश्च चारित्रिण एव, "एषः" प्रागुक्तः स्थानादिरूपो योगः, “नियमेन' इतरव्यवच्छेदलक्षणेन निश्चयेन भवति, क्रियारूपस्य वाऽस्य चारित्रमोहनीयक्षयोपशमनान्तरीयकत्वात्, अत एवाध्यात्मादियोगप्रवृत्तिरपि चारित्रप्राप्तिमारभ्यैव ग्रन्थकृता योगबिन्दौ प्ररूपिता,
તેથરિ
રેસે અને સર્વે” આ બંને શબ્દોમાં જે સપ્તમી વિભક્તિ છે તે પંચમી વિભક્તિના અર્થવાળી હોવાથી સે નો અર્થ રેશત:, અને સર્વે નો અર્થ સર્વતઃ કરવો, એટલે દેશથી અને સર્વથી ચારિત્રવાળા એવા અર્થાત્ ૧ અહિ “ક્રિયાયોગસ્થ જ્ઞાનયોગસ્થ વા” એવો પાઠ હોવો જોઈએ એમ લાગે
_શ્રી યોગવિશિમ ૨૫ w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org