Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
એ ક્રિયાપદ લખ્યું નથી પરંતુ શેષ છે (અધ્યાહર છે) એમ સમજી લેવું. અન્યગ્રંથમાં (ષોડશકજીમાં ૧૩-૪ માં) કહ્યું છે કે -
स्थानोर्णालम्बन, - तदन्ययोगपरिभावनं सम्यक् । પરતયોનનમત્ત, યોગીસ રૂતિ સમયવિઃ || ષોડ ૧૩-જા
સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન અને તદન્ય (આલંબનથી અન્ય અર્થાત્ નિરાલંબન) એમ પાંચ પ્રકારના યોગો છે. તે પાંચ પ્રકારના યોગોનું સમ્યગ રીતે જે પરિભાવન = પરિશીલન = પ્રવર્તન, તે જ પરતત્ત્વની (પરમતત્ત્વ જે મોક્ષ, તેની) સાથે યોજન કરવામાં સમર્થ છે. શાસ્ત્રવિદ્ પુરુષો તેને જ યોગાભ્યાસ કહે છે.
આ પાંચ પ્રકારના યોગોનું પ્રણિધાનાદિ આશયપૂર્વક મન-વચન-અને કાયામાં જે સમ્યગુ પ્રવર્તન થાય તે જ ધ્યાન કહેવાય છે. પરમતત્ત્વ જે મોક્ષ, તેની સાથે ચૂંજન કરવામાં કારણ બને છે. માટે શાસ્ત્રકાર મહાત્માઓ. આ યોગોના પરિભાવનને “યોગાભ્યાસ” કહે છે કે स्थानादिषु योगत्वं च "मोक्षकारणीभूतात्मव्यापारत्वं योगत्वम्" इति योगलक्षणयोगादनुपचरितमेव । यस्तु “यमनियमासनप्राणायाम प्रत्याहारधारणा ध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्य" (पातंजली सूत्र २-२९) इति योगाङ्गत्वेन योगरूपता स्थानादिषु हेतुफलभावेनोपचारादभिधीयत इति षोडशकवृत्तावुक्तं तत् ચિત્તવૃત્તિનિરોધો યો:”
(પાત, યોગદર્શન ૧-૨) રૂતિ યોગનક્ષમઝાયેતિ ધ્યેયમ્ |
સ્થાન, ઉર્ણ, અદિ પાંચ પ્રકારના યોગોમાં જે યોગત્વ (યોગપણું) છે. તે “મોક્ષના કારણભૂત એવો આત્મવ્યાપારત્વ એ જ યોગત્વ છે.” આવું યોગનું લક્ષણ બરોબર ઘટતું હોવાથી અનુપચરિત (વાસ્તવિક) યોગ છે. જે ક્રિયા આત્માને મોક્ષની સાથે યુજિત કરે તેને યોગ કહેવાય. આ યોગનું લક્ષણ છે. અને તે લક્ષણ સ્થાનાદિ યોગોમાં બરોબર સંભવે છે. કારણ કે સ્થાનાદિ યોગીપૂર્વક કરાતી ધમક્રિયા કર્મક્ષય દ્વારા મોક્ષનું કારણ બને છે. માટે આ પાંચ યોગોમાં જે યોગત્વ છે તે અનુપચરિત-યથાર્થ છે.
વળી જે પાંતજલિ યોગસૂત્ર ૨-૨૯માં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ યોગનાં અંગો
0 શ્રી યોગવિશિમ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org