Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
निर्विकल्पचिन्मात्रसमाधिरूप इत्येवं “एषः" योगः पञ्चविधः, तन्त्रे = योगप्रधानशास्त्रे प्रतिपादित इति शेषः । उक्तं चः -
જેના વડે સ્થિર થવાય” તે સ્થાન, એક પ્રકારનું આસનવિશેષ, કાયોત્સર્ગ, પીંકબંધ, પદ્માસનાદિ સર્વશાસ્ત્રોમાં પ્રસિદ્ધ આસનવિશેષ તે સ્થાન કહેવાય છે. મોક્ષને અનુકૂળ આત્મપરિણામ ઉત્પન્ન કરવા માટે કાયોત્સગદિ કોઈ પણ મુદ્રાવિશેષમાં સ્થિર થવા પ્રયત્ન કરવો તે સ્થાનયોગ છે. કાયોત્સગદિ કોઈ પણ મુદ્રામાં સ્થિરમાત્ર થવું તે સ્થાનયોગ ન સમજવો, કારણ કે સંસારસુખ અર્થે પણ પુણ્યબંધાદિના પ્રયોજનથી પણ જીવો કાયોત્સગદિ મુદ્રામાં સ્થિર થાય છે. પરંતુ “પ્રણિધાનાદિ” આશયપૂર્વક મોક્ષને અનુકૂળ આત્મપરિણામની વૃદ્ધિ માટે કાયોત્સગદિમાં સ્થિર થવું તે સ્થાનયોગ કહેવાય છે. || ૧ //
ઉર્ણ એટલે શબ્દ, ધર્મક્રિયામાં ઉચ્ચાર્યમાન સૂત્રોના વર્ણાત્મિક રૂપ જે યોગ તે ઉર્ણયોગ કહેવાય છે. જોકે મુખે બોલાતાં સૂત્રોના વર્ગો ભાષાત્મક હોવાથી પગલ છે. તે કંઈ “યોગ” કહેવાય નહિ. પરંતુ, સૂત્રોના વણનો ઉચ્ચારણ કરતી વખતે “ઉચ્ચારણ” કરવા રૂપ જે વાચિકક્રિયા, તે મોક્ષાનુકૂળાત્મ પરિણામજનક હોવાથી “યોગ” કહેવાય છે. આ ઉચ્ચારણક્રિયા શબ્દને (વર્ણન - ઉર્ણને) આશ્રયી પ્રવર્તે છે. માટે તે ઉચ્ચારણ ક્રિયાને ઉયોગ કહ્યો છે. || ૨ ||
અર્થયોગ એટલે શબ્દો વડે વાચ્ય પદાર્થોને જાણવાનો આત્માનો જ્ઞાન- વ્યવસાય, તાત્પર્ય એ છે કે ક્રિયા કરતી વખતે બોલાતાં સૂત્રો તેમાં આવતાં જે જે પદો છે તે તે ઉચ્ચાર્યમાણ પદોના જે જે વાચ્ય અથ છે. તે તે વાચ્ય અર્થોને જાણવામાં પ્રવર્તતો આત્માનો જે જ્ઞાનપરિણામ. તે અર્થયોગ છે. સુત્રોના વર્ગોના ઉચ્ચારણ કાળે તેના અર્થોને જાણવામાં ચિત્ત ઉપરંજિત થયું હોયતો જ મોક્ષાનુકૂળાત્મપરિણામજનક હોવાથી તેને યોગ કહેવાય છે. | ૩ ||
આલંબન યોગ એટલે બાહ્ય પ્રતિમાદિ વિષયક ધ્યાન. એટલે કે આ આત્મા જ્યારે જ્યારે કોઈ ધમનુષ્ઠાન આચરે છે ત્યારે જેમ કાયોત્સર્નાદિ મુદ્રા, સ્પષ્ટ વર્ગોચ્ચારણ તથા વાચ્યાર્થને જાણવામાં જ્ઞાનોપયોગ જોડવો જરૂરી છે તેવી જ રીતે આત્મપરિણામને વધુ મોક્ષાનુકૂળ
/ શ્રી યોગવિંશિક આ ૨૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org