Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છે. ક્રિયાનુષ્ઠાનને નહિ. તેથી અનુષ્ઠાનો આચરવારૂપ ધર્મવ્યાપાર ક્રિયાત્મક હોવાથી યોગ બની શકે નહિ. પરંતુ એવી નિશ્ચયદષ્ટિ અહીં લેવામાં આવતી નથી. તેથી યોગસંબંધી શાસ્ત્રોમાં સ્થાનાદિ પાંચમાં જે “યોગ” શબ્દના વ્યવહારનો સંકેત કરેલો છે તે અસાધારણ = વિશિષ્ટ એવા વ્યવહારવિશેષ વડે સ્થાનાદિ સંબંધી જ ધર્મવ્યાપારને “યોગ” કહેલો છે.
જેમ નિશ્ચયદષ્ટિએ “રાગ-દ્વેષ-કષાયાદિ વિભાવ સ્વભાવના ત્યાગવાળા પરિણામને ચારિત્ર કહેવાય છે. પરંતુ વ્યવહારદષ્ટિએ સાધુવેશ ધારણ કરવો. પાંચ મહાવ્રત ઉચ્ચરવાં, સર્વ સાવદ્યયોગના ત્યાગનું પચ્ચખાણ કરવું -ઈત્યાદિ બાહ્યક્રિયાનુષ્ઠાનને ચારિત્ર કહેવાય છે. તેમ અહીં નિશ્ચયદષ્ટિએ “ચિત્તપરિણામ” યોગ હોવા છતાં વ્યવહારદષ્ટિએ સ્થાનાદિગત ધર્મવ્યાપારને જ યોગ કહેવાય છે. स्थानादिगतो धर्मव्यापारो विशेषेण योग इत्युक्तम्, तत्र के ते स्थानादय ? कतिभेदं च तत्र योगत्वम् ? इत्याहः -
યોગસંબંધી તાન્ત્રિક ગ્રન્થોમાં સ્થાનાદિ સંબંધી ધર્મવ્યાપારને જ યોગ કહેલ છે. તેથી પ્રશ્ન થાય છે કે તે સ્થાનાદિ ભેદો કયા કયા છે? અને તે સ્થાનાદિમાં યોગપણે કેટલા ભેદવાળું છે? તે ગ્રંથકારશ્રી બીજા શ્લોકમાં જણાવે છે :
"ठाणुन्नत्थालंबणरहिओ, तंतम्मि पंचहा एसो । નિત્ય મૂનો છે, તહાં તિયે નાનો ૩ || ૨ |.
શ્લોકાર્ધ - સ્થાન, ઉષ્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત નિરાલંબન), એમ આ પાંચ પ્રકારનો યોગ યોગસંબંધી શાસ્ત્રોમાં કહ્યો છે. ત્યાં પ્રથમનો બે પ્રકારનો યોગ ક્રિયાયોગ છે. તથા પાછળનો ત્રણ પ્રકારનો યોગ તે જ્ઞાનયોગ છે. | ૨ |
“અન્નત્યે ત્યવિ | થsmતિ થાને - સનવિરોષ कायोत्सर्गपर्यङ्कबन्धपद्मासनादि सकलशास्त्रप्रसिद्धम् । उर्णः - शब्दः स च क्रियादावुच्चार्यमानसूत्रवर्णलक्षणः । अर्थः = शब्दाभिधेयव्यवसायः । आल्मबनं = बाह्यप्रतिमादिविषयध्यानम् । एते चत्वारो भेदाः, रहितः = रूपिद्रव्यालम्बनरहितो
0 થી થોગવિશિમ જ ૨૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org