Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
આરાધના કરવામાં પ્રતિબંધક હોવાથી વિબસ્વરૂપ છે. માટે તેવા રોગોને દૂર કરવા, અથવા રોગો ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન રાખવું, અથવા રોગોની ઉપેક્ષા કરવી તે મધ્યમ વિધ્વજય સમજવો.
પિંડનિયક્તિની ગાથા ૬૪૮માં કહ્યા મુજબ હિતકારી જ આહાર લેવો, તે પણ પરિમિત જ આહાર લેવો, ઈત્યાદિ સૂત્રોમાં કહેલી રીતિ મુજબ રોગોની ઉત્પત્તિનાં જે કારણો, તેને નહિ સેવવાથી રોગો ઉત્પન થવા ન દેવા. અથવા શરીરમાં રોગો ઉત્પન્ન થયા હોય તો આ રોગાત્મક પરીષહો મારા સ્વરૂપના લેશ પણ બાધક નથી, ફક્ત દેહના જ બાધક છે આવી ભાવનાવિશેષ વડે સમ્યગુ એવા ધર્મની આરાધના માટે તે સાધક વિઘ્નોનો વિજય કરવામાં સમર્થ બને છે.
સારાંશ કે શીત-ઉષ્ણાદિ પરીષહો બાહ્ય પદાર્થજન્ય છે. તે કવચિત્ કંઈક અંશે સહન પણ કરી શકાય, વસ્ત્રાદિ વડે નિવારણ પણ કરી શકાય. પરંતુ તાવાદિ શરીરની અંદર ઓતપ્રોત વિનો છે. તેથી તેને સહવા દુષ્કર છે. ઉપાયો કરવા છતાં હાનિ નથી પણ થતી. મરણ પણ પ્રાપ્ત કરાવે છે. માટે શીત-ઉષ્ણાદિ પરીષહકાળે ધમરાધન કરવા કરતાં તાવાદિ શારીરિક રોગો દ્વારા પીડાકાળે સમ્યગ્ધર્મ આરાધન કરવું વધારે દુષ્કર છે. માટે રોગો થાય જ નહિ એવો હિતનમિત આહાર કરવો, અને રોગો થયા હોય તો આ રોગ શરીરના જ બાધક છે, મારા આત્મસ્વરૂપના બાધક નથી - આવો વિચાર કરવાવાળો જે આત્મપરિણામ તે મધ્યમવિધ્વજય નામનો બીજો વિધ્વજય છે. यथा च तस्यैवाध्वनि जिगमिषोदिग्मोहविघ्नोपस्थितौ भूयो भूयः प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः स्यात्तद्विजये तु स्वयमेव सम्यग्ज्ञानात्परैश्चाभिधीयमानमार्गश्रद्धानान्मन्दोत्साहतात्यागेन । विशिष्टगमनसम्भवस्तथेहापि मोक्षमार्गे दिग्मोहकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमो विघ्रस्तज्जयस्तु गुरूपारतन्त्र्येण मिथ्यात्वादि प्रतिपक्षभावनया
૧. અહિ તલવારM પદને સમર્થ૬ સાથે જોડવું - એટલે કે તે રોગોને દૂર કરવાપણું એ સમ્યગ્ધર્મની આરાધના માટે સમર્થ છે. I રોગોનું અપાકરણ, અને રોગોનું અપાકરણ કરનાર વ્યકિત કથંચિત્ અભિન્ન હોવાથી હિત-મીતાહારના સેવન વડે અથવા ભાવનાવિશેષ વડે વ્યકિત જેમ સમર્થ થાય છે. તેમ રોગોનું અપાકરણ પણ ધમરાધન માટે સમર્થ થાય છે. એમ કહી શકાય છે.
I શ્રી યોગવિશિશ્ન જ ૧૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org