Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઈષ્ટ પ્રાપ્તિને બદલે અન્તર વધે છે. તેવી રીતે આ જીવ પણ મિથ્યાત્વાદિ મોહનીયના ઉદયથી સર્વભાષિત માર્ગ ઉપર ભ્રમવાળો થઈ જાય છે. દેશવિરતિધર અને સર્વવિરતિધર થયેલા મહાત્માઓને પણ ક્ષયોપશમભાવ હોવાથી સત્તામાં પડેલી અને પ્રદેશોદયથી ઉદયમાં આવતી મિથ્યાત્વમોહનીયાદિ તીવ્ર કર્મપ્રકૃતિઓનું જોર વધતાં રસોદય થતાં અંદરથી જીવ પહેલો ગુણઠાણે ચાલ્યો જાય છે. માટે “મોહનો ઉદય એ મહાવિબ છે” જ્યારે ગુરુ પાસેથી બરોબર સમજાય અને મિથ્યાત્વાદિ મોહનીયનો ઉદય મંદ પડે એવી પ્રતિપક્ષવાળી ભાવનાઓ ભાવે. (જેમ કે અનંત ઉપકારી તીર્થકર ભગવન્તો વીતરાગ અને સર્વજ્ઞ છે. પરિપૂર્ણ ત્રણે લોકના જ્ઞાતા છે. તેમની વાણી કદાપિ મિથ્યા ન હોય. તેમણે જ ગણધર ભગવન્તોને ત્રિપદી દ્વારા જગતનું સ્વરૂપ કહેલું છે અને ગણધરભગવન્તોએ તે સર્વને શાસ્ત્રનિબદ્ધ કરેલું છે ભગવન્ત તેમને અનુજ્ઞા આપેલી છે. આપણે ઇન્દ્રિયગમ્ય પદાર્થો જ જોઈ શકીએ છીએ. અતીન્દ્રિયજ્ઞાન નથી માટે બધું ન દેખાય. તેથી પ્રભુએ કહ્યું. તે સત્ય છે ઈત્યાદિ ભાવના ભાવે.) તેનાથી મનનો વિભ્રમ દૂર થઈ જાય. અને મોહના ઉદયસ્વરૂપ એ જે મહાવિદન આવેલ છે તેનો વિજય થવાથી એટલે તેને જીતી લેવાથી અથતુિ મોહવિદનનો વિનાશ થવાથી આત્માનો મોક્ષપ્રયાણ અખંડિત બને છે. આ ત્રીજો ઉત્કૃષ્ટ વિધ્વજય આશય સમજવો. एते च त्रयेऽपि विघ्नजया आशयरूपा समुदिताः प्रवृत्तिहेतवोऽन्यतरवैकल्येऽपि तदसिद्धेरित्यवसेयम् । उक्तं च :- ..
विघ्नजयस्त्रिविधः खलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः ।
મા ફુદ કૃષ્ણજ્વરોદ-નયણ: પ્રવૃત્તિwત: ષોડ. ૩-૯ ||
અહીં “પ્રવૃત્તિદેતવ:” શબ્દના બહુદીહિ અને તપુરુષ એમ બંને સમાસો સંભવી શકે છે. જો બહુવ્રીહિ સમાસ કરીએ તો અર્થની સંગતિ સમજાઈ જાય તેમ છે કે “પ્રવૃત્તિ નામનો બીજો આશય આવ્યા પછી ક્રમશઃ એક પછી એક વિદનજયો આત્મા પ્રાપ્ત કરે છે અને આરાધનામાં આગળ વધે છે. એટલે પ્રવૃત્તિ આશય છે (પૂર્વવત) કારણ જેમાં એવા આ ત્રણે વિધ્વજયો સમુદિત રૂપે આશયરૂપ છે.
0 શ્રી યોગવિશિષ્મ જ ૧૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org