Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રાપ્તિ થઈ હોય તે પ્રાપ્તિ જો અધિક ગુણવાળા ગુરુ આદિ પ્રત્યે વિનય તૈયાવચ્ચ અને બહુમાનાદિથી યુક્ત હોય, હનગુણ અથવા નિર્ગુણ પ્રત્યે દયા-દાન, આપત્તિમાં પડેલાનાં દુઃખો દૂર કરવાં વગેરે ગુણોની પ્રધાનતાવાળી હોય અને મધ્યમ ગુણવાળા આત્માઓ પ્રત્યે પરસ્પર ઉપકાર કરવાવાળી હોય તો તે સિદ્ધિ નામનો ચોથો આશય કહેવાય છે.
સારાંશ કે આપણા જીવનમાં અહિંસા - સત્ય - અચૌયદિ જે કોઈ ઉત્તમ ધમનુષ્ઠાનો પ્રાપ્ત થયાં હોય, પરંતુ તે જ્યારે અતિચાર વિનાની ધમનુષ્ઠાનની પ્રાપ્તિ થાય ત્યારે તે “સિદ્ધિ” કહેવાય છે. તિવાર-રહિતી ધdધનુછીન પ્રતિઃ = સિદ્ધિઃ આટલું જ લક્ષણ છે. પરંતુ જ્યારે આવી નિરતિચાર ધમનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે ત્યારે ચિત્તની અવસ્થા આવી ગુણિયલ હોવી જરૂરી છે. (૧) આપણાથી અધિક ગુણવાળા એવા ગુરઆદિ પ્રત્યે ઊભા થવું, સામા જવું. હાથ જોડવા આદિ રૂપ વિનય, આહાર-પાણી-ઔષધાદિ લાવી આપી સેવા કરવારૂપ વૈયાવચ્ચ અને પૂર્વે ગુરુએ કરેલા ઉપકારોના સ્મરણ વડે ચિત્તમાં આદરમાનાદિ રૂપ બહુમાન, તથા આદિ શબ્દથી તેમની આજ્ઞા માનવી વગેરે ગુણવાળું ચિત્ત હોય છે. !
સંસારમાં દરેક જીવોમાં યત્કિંચિત્ ગુણો તો અનાવૃત છે જ, પરંતુ જે જીવો ચરમાવર્તકાળમાં નથી આવ્યા તે વ્યવહારનયે નિર્ગુણ કહેવાય છે. જે ચરમાવર્તકાળમાં હોવા છતાં ભારે કર્મી છે તે પણ નિર્ગુણ કહેવાય છે. અને મદ્કર્મી છે પરંતુ હજુ તેવી યોગ્યતા પ્રગટ નથી થઈ તે હીનગુણી કહેવાય છે. તેવા જીવો પ્રત્યે આધ્યાત્મિક ઉપદેશ આપી વૈરાગ ઉત્પન્ન કરવો દુષ્કર છે. માટે આવા જીવો પ્રત્યે કરુણા કરવી, આહાર-ધનાદિનું દાન કરવું અને વ્યસનો(સંકટો)ના કારણે આવેલાં દુઃખો દૂર કરવાં, વગેરે કાર્યો કરવારૂપ ગુણની પ્રધાનતાવાળી ધર્મની પ્રાપ્તિ તે સિદ્ધિ કહેવાય છે. તથા મધ્યમગુણવાળા જીવો પ્રત્યે યથાયોગ્ય પરોપકાર કરવારૂપ ગુણવાળી જે ધર્મપ્રાપ્તિ તે સિદ્ધિ કહેવાય છે. હકીકત એ છે કે સામેના જીવોની પાત્રતાને અનુસાર સ્વ-પરનું કલ્યાણ થાય તેવી ધર્મપ્રાપ્તિ તે સિદ્ધિ કહેવાય છે. અન્યગ્રંથમાં (ષોડશકજીમાં ૩ - ૧૦માં) કહ્યું છે કે :
અધિક (ગુણી)ને વિશે વિનયાદિથી યુક્ત, હીન (ગુણી)ને વિશે દયા-દાનાદિગુણોથી યુક્ત, શબ્દથી મધ્યમગુણવાળાને વિશે
LI ની જોગવિશિમ જ ૧૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org