Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તોપણ તે કાયિક પ્રવૃત્તિથી પ્રગટ થતા “આંતરપંરિણામ સ્વરૂપ” આ આશયભેદો છે. તેથી આ પાંચ પ્રકારના આશયભેદો એ જ ભાવયોગ છે, મુક્તિ હેતુ છે.
આ ભાવયોગ વિના કરાતી ચેષ્ટા એટલે મન
વચન અને
કાયાની પ્રવૃત્તિરૂપ જે ધર્મ ક્રિયા તે તમામ દ્રવ્યક્રિયા છે અને તુચ્છ છે. એટલે કે ઇષ્ટ ફળને આપવામાં અસમર્થ છે. તેથી અસાર છે. નિરર્થક છે. એમ આ ષોડશક પ્રકરણનાશ્લોકનો અર્થ જાણવો.
-
મન
સારાંશ કે પ્રણિધાનાદિ પાંચ આશયપૂર્વક કરાતી ધર્મક્રિયા પણ વચન અને કાયાના યોગ સ્વરૂપ છે. જ્યારે તેનાથી પ્રગટ થતો શુદ્ધ સ્વભાવદશાના ઉપયોગરૂપ અંતર પરિણામ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે તથા અંતે મોક્ષનો હેતુ છે. માટે ભાવયોગ છે અને તે જ ખરેખર ઉપાદેય છે.
*
अथ के ते प्रणिधानाद्याशयाः ? उच्यते सिद्धिर्विनियोगश्चेति पञ्च । आह च -
નિર્જરા અને મોક્ષના હેતુભૂત એવા આ ભાવયોગ વિના કરાતી તમામ ધર્મક્રિયા તે દ્રવ્યક્રિયા છે. તુચ્છ છે. અને અસાર છે. કારણ કે ધર્મક્રિયા કરવા દ્વારા સાધવાલાયક જે ઇષ્ટફળ (મોક્ષ) તેને આપનાર આ ધર્મક્રિયા બનતી નથી. શુભયોગ માત્ર હોવાથી પુણ્ય બંધનો હેતુ બનવાના કારણે કદાચ સ્વર્ગાદિ સંપત્તિનો હેતુ બને પરંતુ આત્માનું ઇષ્ટફળ જે મોક્ષ છે તેની સાધક બનતી નથી.
प्रणिधानं, प्रवृत्तिर्विघ्नजयः
-
‘‘પ્રિિધ-પ્રવૃત્તિ-વિપ્રખય-સિદ્ધિ-વિનિયોમેવતઃ પ્રાયઃ ।
धर्मज्ञैराख्यातः शुभाशयः पञ्चधाऽत्र विधौ || षोड. ३ ૬ ।।
હવે પ્રણિધાન વગેરે પાંચ આશયભેદો કયા કયા છે ? તે ગ્રન્થકારશ્રી જણાવે છે. (૧) પ્રણિધાન, (૨) પ્રવૃત્તિ, (૩) વિઘ્નજય, (૪) સિદ્ધિ અને (પ) વિનિયોગ. એમ પાંચ આશયભેદો છે. અન્યગ્રન્થમાં (ષોડશક પ્રકરણમાં) કહ્યું છે કે ઃ
Jain Education International
આ યોગવિધિમાં ધર્મજ્ઞ પુરુષોએ પ્રણિધિ, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી પાંચ પ્રકારનો શુભ આશય કહેલો છે. | આ ।। શ્રી યોગવિશિકા ૨૪ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org