Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સારાંશ એ છે કે આત્માની આલય-વિહારાદિ જે કોઈ ધર્મપ્રવૃત્તિ આત્માને કર્મબંધનથી, શરીરાદિ સંસારબંધનોથી મુક્ત કરાવી સ્વાભાવિક મહાનન્દની સાથે જોડી આપે છે તે ધર્મપ્રવૃત્તિને યોગ કહેવાય છે. कीदृशी धर्मव्यापारो योगः ? इत्याह - "परिशुद्धः " प्रणिधानाद्याशयविशुद्धिमान्, अनीदृशस्य द्रव्यक्रियारूपत्वेन तुच्छत्वात् ।
''
કેવા પ્રકારના ધર્મવ્યાપારને યોગ કહેવાય છે ? શું સર્વ ધર્મપ્રવૃત્તિને યોગ કહેવાય છે કે કોઈ વિશિષ્ટ ધર્મપ્રવૃત્તિને જ યોગ કહેવાય છે ? એવા શિષ્યના પ્રશ્નનો ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે કે ‘‘પરિશુદ્ધ’’ અત્યન્ત પરિશુદ્ધ (નિર્મળ) = અન્ય ગ્રન્થોમાં કહેલા “પ્રણિધાનાદિ” પાંચ પ્રકારના આશયો વડે વિશુદ્ધિવાળો જે ધર્મવ્યાપાર તે જ યોગ કહેવાય છે. જે યોગ = ધર્મપ્રવૃત્તિ “નીવૃશસ્ય’” = આવી નથી, એટલે કે પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયોવાળી નથી તે ધર્મપ્રવૃત્તિ દ્રવ્યક્રિયામાત્ર હોવાથી (એટલે શુભ મન-વચન-કાયાનો યોગ માત્ર હોવાના કારણે પુણ્યબંધ માત્રનો જ હેતુ બને છે. પરંતુ નિર્જરા અને મોક્ષનો હેતુ બનતો નથી તેથી) તુચ્છ રૂપ છે. જે પ્રવૃત્તિ જે સાધ્ય માટે કરી હોય તે પ્રવૃત્તિથી જો તે સાધ્ય સિદ્ધ ન થાય અને તુચ્છમાત્ર યત્કિંચિત્ ફળ સિદ્ધ થાય તો તે પ્રવૃત્તિ તુચ્છ કહેવાય છે.
उक्तं च
=
અન્યગ્રન્થમાં (ષોડશક પ્રકરણ ૩ ૧૨ માં) કહ્યું છે કે ઃ
:
" आशायभेदा एते, सर्वेऽपि हि तत्त्वतो ऽ वगन्तव्याः । ભાવોડયમનેન વિના, ઘેટા દ્રવ્યયિા તુચ્છા || ષોડ. રૂ-૧૨ ||
પ્રણિધાનાદિ આ સર્વે પણ પાંચે પ્રકારના આશયભેદો એ જ તાત્ત્વિક યોગ સમજવો, આ જ યોગને “ભાવયોગ” કહેવાય છે. આ ભાવયોગ વિના કરાયેલી ચેષ્ટા (ધર્મક્રિયા), તે દ્રવ્યક્રિયા છે અને તુચ્છ છે.
'एते' प्रणिधानादयः सर्वेऽपि कथञ्चित्क्रियारूपत्वेऽपि तदुपलक्ष्या आशयभेदाः, ‘અર્થ’ 7 પન્ગ્વપ્રારોડવાશયો ભાવ:, અનેન વિના વેદા' कायवाङमनो व्यापाररूपा द्रव्यक्रिया तुच्छा असारा अभिलषितफलासाधकत्वादित्येतदर्थः । આ (હવે પછી સમજાવાતા) પ્રણિધાન વગેરે પાંચે પ્રકારના સર્વે પણ આશયો કથંચિત્ ક્રિયાસ્વરૂપ છે. એટલે કાયિક પ્રવૃત્તિ સ્વરૂપ છે.
॥ શ્રી યોગવિંશિકા
૩ //
Jain Education International
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org