Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
“આ જીવ જે ધર્મસ્થાન પામ્યો છે. તે ધર્મસ્થાનની મર્યાદા પાળવામાં બરાબર સ્થિરતાવાળું, તેનાથી નીચેની કક્ષાવાળા જે જે જીવો છે. તેના ઉપર હમેશાં કરૂણાવાળું, નિર્દોષવસ્તુના વિષયવાળું અને સદાકાળ પરોપકાર કરવામાં જ રસિકતાવાળું એવું જે ચિત્ત તે પ્રણિધાન કહેવાય છે. એ ષોડ. ૩-૭ |
સારાંશ એ છે કે આ આત્માનો જે ચિત્તપરિણામ છે, ઉપયોગવિશેષ છે તે પોતે સ્વીકારેલા ધમનુષ્ઠાનો પાળવામાં સ્થિરતાવાળો હોય, પોતાનાથી ઊતરતી કક્ષાના જીવો ઉપર કરુણાવાળો હોય, નિર્દોષ વસ્તુઓના ચિંતન-મનનમાં ઓતપ્રોત હોય, અને પરોપકાર કરવામાં રસિક હોય તો તે ચિત્તપરિણામને “પ્રણિધાન” નામનો પ્રથમ આશયભેદ કહેવાય છે.
ષોડશક પ્રકરણના (૩ - ૭) શ્લોકમાં કહેલા શબ્દોના અર્થ આ પ્રમાણે છે.
(૧) “તત્સમવે” = જીવને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું છે. તેની મર્યાદા પાળવામાં,
(૨) “સ્થિતિમતુ'' = સ્થિરતાવાળું, અથ વિચલિત ન થાય તેવા સ્વભાવવાળું,
(૩) “ત:” = પોતાને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું છે તેનાથી નીચલી કક્ષાનું ગુણસ્થાન જે જીવોને પ્રાપ્ત થયું છે તેવા હીન ગુણવાળા જીવો વિશે.
(૪) “પાનુi = દયાવાળો, કરુણાયુક્ત, કરુણાથી ભરપૂર એવું જે ચિત્ત તે પ્રણિધાન કહેવાય છે. પરંતુ તે જીવોને વિશે હીનગુણો હોવાથી દ્વેષયુક્ત ચિત્ત ન કરવું. આ પ્રમાણે શબ્દોના અર્થો જાણવા - શ્લોકમાં લખેલા બાકીના શબ્દોના અર્થ અતિ સુગમ છે.
નિર્દોષ વસ્તુના ચિંતન-મનનવાળો, પોતાની સ્વીકારેલી ધર્મક્રિયા કરવામાં અવિચલિત, હીન ગુણોવાળા ઉપર કરુણાવાળો અને પરોપકારપરાયણ એવો જે અધ્યવસાય = ચિરપરિણામ તે “પ્રણિધાન” કહેવાય છે.
0 શ્રી યોગવિશિષ્મ જ ૬ / .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org