________________
પિંડમાં રહેલા પરમાત્મા) તે હું છું', પરમાત્મભાવ મારે સ્વભાવ છે એવું વારેવારે સ્વાત્મા સાથે વેદન કરીને સોટ્ટ' ને જાપ કરવાને છે. ચિત્તમાં આ સદૂભાવના સંસ્કારનું રેપણ કરીને તેને સુદઢ બનાવવાનો છે. પ્રાણાયામ ધ્યાન દ્વારા અર્થનું અનુસંધાન કરીને સતત થતા મંત્ર જાપથી તથા સાથે સાથે મંત્રના ચિત્તમાં થતાં ભાવન વખતે નાદનાં જે આંદોલન ઉત્પન્ન થાય છે તે ચિત્તને નિર્મળ તથા કષાયથી વિમુખ કરે છે. ચિત્તને પરમાત્મામાં સદ્ભાવ સ્થિર થતાં ઇડા તથા પિંગલા નાડીમાં થતો પ્રાણનો સંચાર થંભી જાય છે અને અમુક પરિમાણમાં સુષુમણા નાડી ખૂલી જતાં તેમાં પ્રાણને સંચાર શરૂ થાય છે ત્યારે જ ચિત્તમાં ખરેખર એકાગ્ર થવાની યોગ્યતા વિકસે છે.
ધીરજપૂર્વકના અભ્યાસથી “સેડહમ'ને મંત્રોચ્ચારની, નાભિમાંથી ઊઠતા શ્વાસોચ્છવાસની સાથે ગતિ “સમ” થતાં તે લયબદ્ધ ક્રમમાં થવા માંડે છે. જ્યારે મંત્રોચ્ચારનું રટણ આયાસ વગર થવા માંડે છે ત્યારે ચિત્ત દષ્ટાભાવમાં સ્થિર થાય છે અને પ્રાણસમ થતી ઉચ્ચારની લીલાને નિહાળ્યા કરે છે. સર્વ અશાંતિના મૂળમાં દષ્ટાભાવમાં સ્થિર ન થઈ શકવાની ચિત્તની અશક્તિ રહેલી છે. તે દૂર થતાં મંત્રજાપ કરવો પડતો નથી, તે આપોઆપ જ થાય છે, આ *અજપાજાપનું રહસ્ય છે. અજપાજાપ સિદ્ધ થતાં “સ્વ સંવેદન” અથવા “અનુભવ ભાવ”ને પ્રકાશ થાય છે. તે મંત્ર ચૈતન્યના પૂર્વાભાસ તરીકે પણ ઓળખાય છે.
મન-પવન સમાગમથી ચિત્તનો ઉપયોગ સૂક્ષ્મ થતા પ્રાણાયામ ધ્યાનના પાંચમા સ્વરૂપમાં સમતાભાવના સુખનો, સાક્ષી બનેલા ચિત્તમાં, અનુભવ થવો શરૂ થાય છે. ચિત્ત જે અરિહંત પરમાત્માના સ્વરૂપમાં અનુસંધાન પામે તે રૂપનું દર્શન કરીને આકૃતિમાં તન્મય થાય છે. જે તે સ્વદય–અભ્યાસમાં લાગેલું રહે તો, સ્વરના તવ અને વર્ણયુક્ત તેજોમય રફુરણને અનુભવ થાય છે. “મન અને પવનને સમાગમ” • એટલે કે ભાવયુકત મન અને દેહરૂપી પિંડના સુક્ષ્મ સ્વરૂપ એવા પ્રાણને, આ બંનેના ધારાપ્રવાહના “સમાગમને, પિંઠસ્થ યાનનો પ્રકાર માનવામાં આવ્યો છે.
સમાગમના ગૂઢાથ ઉપર વિશેષ વિચાર માટે સ્વતંત્ર ચિંતન રજૂ કરું છું જે પ્રચલિત અર્થથી જુદું પડે છે. સમાગમને અર્થ *જુઓ કડી ૬૯ • જુઓ કડી ૯૭
19.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org