________________
સ્વદય જ્ઞાન
૩૩
ચૈત્ર માસના શુકલ-પક્ષની પ્રતિપદાએ (અર્થાત એકમે) તે વખતના લગ્નને વિચાર કરી, તે સમયે સ્વરમાં કયું તત્ત્વ ચાલે છે, તેને વર્ણ જે. (૧૩) प्रातसमे ससि स्वर विषे, मही तत्व जो होय । तातें सर्व' विचारीये, सुखदायक अति होय ॥ १३५ ॥
(તે સમયે) પ્રાતઃકાળમાં જે ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તે તેનાથી સર્વ અતિ સુખદાયક થાય – એમ માનવું. (૧૩૫) घनवृष्टि होवे घणी, समो होय श्रीकार । राजा परजाके हिये, हर्ष संतोष विचार ॥ १३६ ॥ - મેઘવૃષ્ટિ ઘણું થાય, સમય મંગલકારી હોય તથા રાજા અને પ્રજાના હૈયામાં હર્ષ અને સંતેષ રહે-એમ વિચારવું. (૧૩૬) ईत भीत उपजे नहीं, महोटा भय नवि कोय । चिदानंद इम चंदमें, क्षिति तत्त्व फल जोय ॥ १३७ ।।
ઈતિ કે ભીતિ ઉત્પન્ન ન થાય, કેઈ મોટો ભય ન આવી પડે; ચિદાનંદ કહે છે કે ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્ત્વનું – આ ફળ જાણો. (૧૩૭) चिदानंद जो चंदमें, प्रात उदक परवेश । तो ते समो मुभिक्ष अति, वर्षा देश विदेश ।। १३८ ।।
ચિદાનંદ કહે છે કે જે ચંદ્રસ્વરમાં પ્રાતઃકાળમાં જલ તત્ત્વને પ્રવેશ થાય તે તે અતિ સુકાળનો સમય છે; દેશ-વિદેશમાં સર્વત્ર વર્ષા થશે. (૧૩૮) शांति पुष्टि होवे घणी, धर्म तणो अति राग। भविक हिये अति उपजे, दान अर्थ धन त्याग ॥ १३९॥
શાંતિ અને પુષ્ટિ ઘણી થાય, ધર્મને ઘણે રાગ (સર્વત્ર જોવા મળે) તથા દાન માટે ધનને ત્યાગ (કરવાની ભાવના) ભવ્ય જીના હૃદયમાં અતિશય ઉત્પન્ન થાય. (૧૩)
૬ વરસ vI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org