________________
૭૬
સ્વદય જ્ઞાન
જમણે સ્વર ચાલે ત્યારે ભજન કરે, ડાબો સ્વર ચાલે ત્યારે પાછું પીએ અને ડાબા પડખે (જે) સૂઈ રહે તેનું શરીર નીરોગી રહે છે. (૩૪૩) चलत चंद भोजन करत, अथवा नारी भोग । जल पीवे सूरज विषे, तो तन आवे रोग ॥ ३४४ ॥ होय अपच भोजन करत, भोग करत बलहीण । जल पीवत विपरीत इम, नेत्रादिक बल क्षीण ॥ ३४५ ॥
ચંદ્રવર ચાલતું હોય ત્યારે ભજન કરે અથવા સ્ત્રી–સંભોગ કરે અને સૂર્યસ્વર ચાલે ત્યારે પાણી પીએ તે શરીરમાં રોગ થાય છે, (કારણ કે ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે) ભજન કરવાથી અપચો થાય છે, ભેગ કરવાથી બલને નાશ થાય છે અને (સૂર્યસ્વર ચાલતો હોય ત્યારે) જલ પીવાથી નેત્ર આદિનું બલ ક્ષીણ થાય છે. (૩૪૪–૩૪૫) पांच सात दिन इणी परे, चले रीत विपरीत । होय पीड तनमें कछु, जाणो धरी परतीत ॥ ३४६ ॥
પાંચ સાત દિવસ આ રીતે જે વિપરીત સ્વરમાં ઉપર્યુક્ત કાર્યો ચાલે તે શરીરમાં કંઈને કંઈ પીડા થાય છે – એ વાત નકકી માનવી. (૩૪૬) बहिरभूमि* इंगला चलत, पिंगलामें लघुनीत+ । सयनदिसा सूरज विषे, करीये निसदिन मीत ॥ ३४७ ॥
હે મિત્ર! હમેશાં ચંદ્રનાડી ચાલતી વખતે મળત્યાગ અને સૂર્યનાડી ચાલતી વખતે મૂત્રત્યાગ કરે જોઈએ તથા સૂર્યસ્વર ચાલે તેવી રીતે (ડાબું પડખું ફરીને) સૂવું જોઈએ. (૩૪૭) दिवस चंदस्वर संचरे, निशा चलावे सूर । स्वर अभ्यास एसो करत, होय उमर भरपूर ॥ ३४८ ॥
* “ બહિરભૂમિ' = મળ ત્યાગ. + “લઘુનીત” = મૂત્ર- ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org