Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 158
________________ સ્વરોદય જ્ઞાન : પુરુષાર્થ-રહસ્ય धर्म अर्थरु काम शिव, साधन जगमें चार। व्यवहारे व्यवहार लख, निहचे निज गुण धार // 372 // (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ-જગતમાં આ ચાર - સાધને (પુરુષાર્થો) છે; (વળી વ્યવહાર અને નિશ્ચયમાં) વ્યવહારને વ્યવહાર પૂરતે રાખો પણ નિશ્ચયને આત્માના ગુણ તરીકે ધારણ કરે. (372) मूरख कुल आचारकू, जाणत धरम सदीव / वस्तुस्वभाव धरम सुधी, कहत अनुभवी जीव / / 373 // મૂર્ખ માણસ કુલ-આચારને સદાય “ધર્મ” તરીકે જાણે છે જ્યારે પંડિત અનુભવી જીવ વસ્તુનરવભાવને ‘ધર્મ કહે છે. (373) खेह खजानाकू अरथ, कहत अज्ञानी जीह / कहत द्रव्य दरसावकू, अर्थ सुज्ञानी भीह // 374 // અજ્ઞાની જીવ ધન-ભંડારને ‘અર્થ” તરીકે પિછાણે છે જ્યારે જ્ઞાની આત્મ-દ્રવ્યના સ્વરૂપ-દર્શનને ‘અથ” કહે છે. (374) दंपतिरति क्रीडा, प्रत्ये, कहत दुर्मति काम / काम चित्त अभिलाखकू, कहत सुमति गुणधाम // 375 // દુષ્ટ બુદ્ધિવાળા જીવ દંપતીની રતિ-ક્રીડાને “કામ” કહે છે જ્યારે ગુણાના ધામ જે બુદ્ધિવાળો આત્મા ચિત્તના અભિલાષને “કામ” કહે છે. (375) इंद्रलोककू कहत शिव, जे आगमग हीण / बंधअभाव अचलगति, भाखत नित परवीन // 376 // જે (જીવ) આગમ રૂપી નેત્ર વિનાનો છે તે ઈન્દ્રલેકને મોક્ષ” કહે છે જ્યારે પ્રવીણ પુરુષ હમેશાં જ્યાં કર્મના બંધને અભાવ છે, જ્યાંથી કદી પાછા આવવાનું નથી - એવી અચલગતિને “મેક્ષ' કહે છે. (376) For Private & Personal Use Only www.jainelibrat

Loading...

Page Navigation
1 ... 156 157 158