Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 139
________________ સ્વદય જ્ઞાન अग्नि बाण बिंदु लखण, इत्यादिक बहु रीत । काल परीक्षाकी सहु, जाणो गुरुगम मीत ।। ३७० ॥ અગ્નિ, બાણ, બિન્દુ તથા લક્ષણ ઇત્યાદિ ઘણી રીતે આયુષ્ય જાણવાની છે. હે મિત્ર! તે (સર્વ રીતે ) ગુરુગમથી જાણવી જોઈએ. (૩૭૦) અધ્યાત્મ જ્ઞાન अवसर निकट मरण तणो, जब जाणे बुधलोय । तब विशेष साधन करे, सावधान अति होय ॥ ३७१ ।। પંડિત પુરુષ “મરણને અવસર નિકટ આવ્યું છે–એમ જ્યારે જાણે ત્યારે અતિશય સાવધાન થઈને વિશેષ પ્રકારે ધર્મ-સાધન કરે અર્થાત્ ધર્મની ઉપાસના કરે. (૩૭૧) धर्म अर्थरु काम शिव, साधन जगमें चार । व्यवहारे व्यवहार लख, निहचे निज गुण धार ॥ ३७२ ॥ (૧) ધર્મ, (૨) અર્થ, (૩) કામ અને (૪) મેક્ષ–જગતમાં આ ચાર સાધને (પુરુષાર્થો) છે; (વળી વ્યવહાર અને નિશ્ચયમાં) વ્યવહારને વ્યવહાર પૂરતે રાખો પણ નિશ્ચયને આત્માના ગુણ તરીકે ધારણ કરે. (૩૭૨) (૧) ધર્મની વ્યાખ્યા मूरख कुल आचारकू, जाणत धरम सदीव । वस्तुस्वभाव धरम+ सुधी, कहत अनुभवी जीव ।। ३७३ ।। મૂર્ખ માણસ કુલ-આચારને સદાય ધર્મ તરીકે જાણે છે જ્યારે પંડિત અનુભવી જીવ વસ્તુ–સ્વભાવને ધર્મ કહે છે. (૩૭૩) + સરખાવોઃ- “વરઘુરાવો ધમ્મો” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158