________________
સ્વદય જ્ઞાન
लघुनीति वडिनीत पुन, वायुश्रव सम काल । होय दिवस दस तेहनी, कायथिति बुध भाल ॥ ३६६ ॥*
હે સુજ્ઞ! લઘુનીતિ, વડીનીતિ અને વાયુશવ (છીંક તથા વીર્યસ્ત્રાવ) એકસાથે થાય છે તેનું આયુષ્ય માત્ર દશ દિવસ જ બાકી છે – એમ ડાહ્યા માણસે જાણવું. (૩૬૬) गाज वीज दोउं नहीं, मेघ न खंचे धार । कागवास आवास तस, हंसा गमन विचार ॥ ३६७ ॥
ગાજવીજ બને ન હોય તથા મેઘ વરસતે ન હોય (છતાં તે ભાસ થાય) અને તેના આવાસ ઉપર કાગડાઓ બેસવા લાગે તે પ્રાણ ચાલ્યા જવાના છે – તેમ જાણવું. (૩૬૭) अधिक चंद्र सुख भाल जस, चलत कायमें जान । चंद सूर दोउं गया, मरन समो पहिचान ॥ ३६८ ॥
જેન (સૂર્યસ્વર કરતાં) ચંદ્રસ્વર અધિક ચાલે તેને કાયામાં સુખ પ્રાપ્ત થાય તથા ચંદ્ર અને સૂર્ય બંને સ્વર ચાલ્યા જાય તે સમજવું કે મરણ સમીપ છે. (૩૬૮) एक पक्ष विपरीत स्वर, चलत रोग तन थाय । दोउं पक्ष सज्जन अरि, त्रीजे मरण कहाय ॥ ३६९ ॥
એક પખવાડિયા સુધી જે સ્વર વિપરીત રીતે ચાલે તો શરીરમાં રેગ થાય છે. બે પખવાડિયા પર્યત જે સ્વર વિપરીત રીતે ચાલે તે સજજને (અર્થાત્ મિત્રો પણ) દુશમન થાય છે અને ત્રણ પક્ષ પયંત જે સ્વર વિપરીત રીતે ચાલે તે મરણ-સૂચક છે. (૩૬૯)
* સરખા :--
क्षुत-विण्भेद-मूत्राणि, भवन्ति युगपद् यदि । मासे तत्र तिथौ तत्र, वर्षान्ते मरणं तदा।।
(યોગરાત્રિ : પંચમ-પ્રારા સ્ટોઃ ૨૩૬) અર્થ-જે કઈ મનુષ્યને એકીસાથે છીંક, વિષ્ટા, વીર્યસ્ત્રાવ અને મૂત્ર થઈ જાય, તે તેનું તે વર્ષના અંતે તે જ મહિને અને તે જ દિવસે મૃત્યુ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org