________________
સ્વરદય જ્ઞાન
समयमात्र परमाद नित, धर्मसाधना मांहि । કથિત સંસાર ત્રિા, રે નર વાર નહિરૂ૭૮ ! .
હે મનુષ્ય! આ સંસારને અસ્થિર સ્વરૂપ જાણીને નિત્ય ધર્મસાધનામાં સમયમાત્ર પણ પ્રમાદ ન કરીશ. (૩૭૮) छीजत छिन छिन आउखो, अंजलि जल जिम मीत । कालचक्र माथे भमत, सोवत कहा अभीत ॥ ३७९ ॥
હે મિત્ર! અંજલિમાં રહેલું જલ જેમ સમયે સમયે ઝરતું જાય છે તેમ આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટી રહ્યું છે. કાલચકમાથે ભમ્યા કરે છે તે. પછી નિભીક બનીને તું શા માટે સૂઈ રહ્યો છે? (૩૭૯)
तन धन जोबन कारिमा, संध्या राग समान । सकल पदारथ जगतमें, सुपन रूप चित्त जान ॥ ३८० ॥
શરીર, ધન, વન – આ બધા સંધ્યાના રંગ જેવા ક્ષણ-સ્થાયી છે અને આ વિશ્વમાં દેખાતા સઘળા પદાર્થો સ્વપ્ન જેવા (અસત) છે – એમ ચિત્તમાં સમજ. (૩૮૦) मेरा मेरा मत करे, तेरा है नहीं कोय । चिदानंद परिवारका, मेला है दिन दोय ॥ ३८१ ॥
તું “આ મારું” “આ મારું;” – એમ ન કર. અહીં તારું કંઈ નથી. ચિદાનંદ કહે છે કે સ્વજન પરિવારને આ બે દિવસને મેળે છે. (૩૮૧) ऐसा भाव निहारी नित, कीजे ज्ञान विचार । मिटे न ज्ञान विचार बिन, अंतरभाव विकार ॥ ३८२ ॥
આ બધા ભાવે જોઈ હમેશાં જ્ઞાનને વિચાર કરે જોઈએ - જ્ઞાનના વિચાર વિના અંતરના ભાવ (અર્થાત વૃત્તિઓ) અને વિકાર મટતા નથી – દૂર થતાં નથી. (૩૮૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org