Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 147
________________ સ્વદય જ્ઞાન (અને) એક મહિનામાં ૩૩૫૭૦૦ તેત્રીસ લાખ, પંચાણુ હજાર અને સાત સે ધાસ ચાલે છે –એવી શાસ્ત્રની સાક્ષી છે. (૪૦૬) चउसत अडताली सहस, सप्त लक्ष स्वर मांहि । चार क्रोड इक वरसमां, चालत संसय नांहि ॥ ४०७ ।। (અને એક વર્ષમાં ૪૦૭૪૮૪૦૦ ચાર કેડ, સાત લાખ, અડતાલીસ હજાર અને ચાર સો –– એટલા શ્વાસ ચાલે છે. (૪૦૭) चार अबज कोडी सपत, पुनः अडतालीस लाख । स्वास सहस चालीस सुधी, सो वरसामें भाख ॥ ४०८ ॥ (અને) હે સુધી ! સે વર્ષમાં ૪૦૭૪૮૪૦૦૦૦ ચાર અબજ, સાત કેડ, અડતાલીસ લાખ અને ચાલીસ હજાર શ્વાસ થાય છે. (૪૦૮) वर्तमान ए कालमें, उत्कृष्टी थिति जोय । एक शत सोले वर्षनी, अधिक न जीवे कोय ॥ ४०९ ।। આ વર્તમાન કાળમાં (મનુષ્યના આયુષ્યની) ઉત્કૃષ્ટ સ્થિતિ એક સોળ વર્ષની હોય છે – એથી અધિક કેઈ જીવતું (જણાતું) નથી. (૪૦૯) सोपक्रम आयु* कह्यो, पंचमकाल मजार । सोपक्रम आयु विषे, घात अनेक विचार ॥ ४१० ॥ પાંચમા આરામાં સેપક્રમ-આયુષ્ય કહ્યું છે અને સેપક્રમઆયુષ્યમાં અનેક ઘાતે આવે છે–તેને તે વિચાર કર. (૧૦) मंद स्वास स्वरमें चलत, अल्प उमर होय खीण । अधिक स्वास चालत अधिक, हीण होत परवीण ॥ ४११ ॥ ૨ ૪૦૭૪૮૪૦૦ v. ૨ ૪૦૭૪૮૪૦૦૦૦ VI * આયુષ્ય બે પ્રકારનાં છે : જે આયુષ્યનો વિષપ્રયોગ કે શસ્ત્રાસ્ત્રના આઘાત આદિથી એકદમ ક્ષય થઈ જાય અને મૃત્યુ થાય તેવા આયુષ્યને અપવર્તનીયઆયુષ્ય અથવા કે “સોપક્રમ-આયુષ્ય' કહે છે; જ્યારે જે આયુષ્ય તેના પૂરેપૂરા સમય સુધી ભગવાય અને પછી જ મૃત્યુ થાય અર્થાત વિષ-પ્રયોગ કે શસ્ત્રશાસ્ત્રના આઘાત આદિથી જેનો ક્ષય ન થાય તેવા આયુષ્યને અનપવર્તનીયઆયુષ્ય” અથવા “નિપક્રમ – આયુષ્ય' કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158