________________
સ્વરોદય જ્ઞાન
दिग+ धमणी ये कायमें, प्राणाश्रित नित जाण । वायु आश्रित जे रही, ते दश कहुं वखाण ॥ ४४१ ॥*
આ કાયામાં આ દશ નાડીઓ નિરંતર “પ્રાણીને આશ્રીને રહેલી છે – તે મેં કહી. હવે જે દશ (નાડીઓ) વાયુને આશ્રીને રહેલી છે – તે બતાવું છું. (૪૪૧). प्राणापान समान जे, उद्यान अव्हान' विचार । ये प्रधान' वायु धमण, पंच अनुक्रम धार ॥ ४४२ ॥ नाग कूर्म अरु किरकरा, देवदत्त कहीवाय ।। नाडी धनंजय पांचमी, गवणि दीन बतलाय ॥ ४४३ ॥
(૧) પ્રાણ, (૨) અપાન, (૩) સમાન, (૪) ઉદાન અને (૫) વ્યાન – આ પાંચ અનુક્રમે પ્રધાન “વાયુની નાડીઓ છે અને (૬) નાગ, (૭) કર્મ, (૮) કૃકલ, (૯) દેવદત્ત અને (૧૦) ધનંજય – એ પાંચ ગૌણ વાયુની. નાડીઓ છે--જે બતાવી દીધી. (જર-૪૪૩) हिया गुदा नाभी गला, तन संधि चित्त धार । प्राणादिकनी इण परे, अनुक्रम वास विचार ॥ ४४४ ॥
હૃદય, ગુદા, નાભિ, ગળું અને શરીરના સાંધા – આ તેનાં (અર્થાત્ પ્રધાન વાયુનાં) સ્થાન છે, એટલે અનુક્રમે પ્રાણ આદિ વાયુને
ત્યાં વાસ છે – એમ સમજ. [અર્થાત્ (૧) “પ્રાણ વાયુ હૃદયમાં, (૨) “અપાન વાયુ ગુદામાં, (૩) “સમાન” વાયુ નાભિમાં, (૪) “ઉદાન” વાયુ ગળામાં અને (૫) વ્યાન વાયુ શરીરના સાંધાઓમાં વસે
૨ અવ્યાન v. ૨ થાન vI + “દિગ' અર્થાત્ “દિશા”, તે ૧૦ છે –
(૧) પૂર્વ, (૨) પશ્ચિમ, (૩) ઉત્તર, (૪) દક્ષિણ, (૫) ઈશાન, (૬) અગ્નિ, (૭) નૈઋત્ય, (2) વાયવ્ય, (૯) ઊર્વ અને (૧૦) અધઃ.
* અહીં “પ્રાણ” અને “વાયુને ફરક કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org