________________
૯૧
સ્વરોદય જ્ઞાન
હે પ્રવીણુનર! સ્વરમાં જ્યારે શ્વાસ મંદ ચાલે ત્યારે આયુષ્ય ઓછું ક્ષીણ થાય છે અને જ્યારે શ્વાસ અધિક ચાલે ત્યારે આયુષ્ય પણ અધિક ક્ષીણ થાય છે. (૧૧) चार समाधि लीन नर, षट शुभध्यान मजार । तुष्णा' भाव बेठा जु दस, बोलत द्वादश धार ॥ ४१२ ॥
સમાધિમાં લીન મનુષ્યના જેટલા સમયમાં ચાર શ્વાસોશ્વાસ ક્ષણ થાય છે તેટલા જ સમયમાં શુભધ્યાન વખતે છ વાસ ક્ષીણ થાય છે, મનપણે બેઠેલાના દસ શ્વાસ ક્ષીણ થાય છે અને બેલતી વખતે બાર વાસ ક્ષીણ થાય છે. (૧૨) चालत सोलस सोवतां, चलत स्वास बावीश । नारी भोगवतां जाणजो, घटत स्वास छत्रीश ॥ ४१३ ॥
ચાલતી વખતે સેળ શ્વાસ ક્ષીણ થાય છે, સૂતી વખતે બાવીસ વાસ ચાલે છે અને સ્ત્રી-સંગ કરતાં છત્રીસ શ્વાસ ઘટે છે. (૧૩) थोडी वेला मांहे जस, वहत अधिक स्वर श्वास । आयु छीजे बल घटे, रोग होय तन तास ॥ ४१४ ॥
ઘેડી વારમાં જે માણસને સ્વરમાં અધિક શ્વાસ ચાલે છે, તેનું આયુષ્ય ક્ષીણ થાય છે, બળ ઘટે છે અને તેના શરીરમાં રોગ થાય છે. (૪૧૪) अधिका नांहि बोलीये, नहीं रहीये पड सोय । अति शीघ्र नवि चालीये, जो विवेक मन होय ।। ४१५ ॥
જે તમારા મનમાં વિવેક હોય તે અધિક બેલવું ન જોઈએ. અધિક પડ્યા રહેવું કે સૂઈ રહેવું ન જોઈએ તથા અતિ શીવ્રતાથીઉતાવળથી ચાલવું પણ ન જોઈએ. (૧૫)
પ્રાણાયામ અને અજપ-સ્મરણ जाण गति मन पवनकी, करे स्वास थिर रूप । सोही प्राणायामको, पावे भेद अनूप ।। ४१६ ॥
? તૂur v !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org