________________
સ્વરોદય જ્ઞાન
૫૩
પૃથ્વી તત્ત્વમાં વિલંબથી અને જલ તત્ત્વમાં તત્કાલ સિદ્ધિ થાય છે, અગ્નિ અને વાયુ તત્ત્વમાં હીન-સિદ્ધ (અર્થાત્ મધ્યમ તથા જઘન્ય પ્રકારની સિદ્ધિ) અને આકાશ તત્ત્વમાં કાર્ય નિષ્ફળ થાય છે જાણુ. (૨૩૭)
એમ
संग्रामादि' कृत्यमें, प्रबल हुतासन होय ।
चंद्रसूर संग्रह विषे, फलदायक अति जोय || २३८ ॥
સંગ્રામ આદિ કાર્યમાં અગ્નિ તત્ત્વ પ્રબલ હોય છે, સંગ્રહ કરવા માટે ચંદ્રસ્વર અતિલદાયક (અર્થાત્ ઉત્તમ) છે. (૨૩૮) जीवित जय धन लाभ फुन े, मित्र अर्थ जुध रूप । गमनागमन विचार में, जानो मही अनूप ॥ २३९ ॥
જીવન, જય, ધન-લાભ, પુત્ર, મિત્ર, અ-ચિન્તા, યુદ્ધ-સ્વરૂપ તથા ગમન-આગમનના વિચારમાં પૃથ્વી તત્ત્વ અનુપમ છે. (૨૩૯) कलह शोक दुःख भय तथा, मरण कछू उतपात । મંત્રમભાવ સમીરમેં, જાંઘ વિવ્યાસ ॥ ૨૪૦ ||
જ્યારે વાયુ સંક્રમણ કરતા હાય તે વખતે કોઈ કાર્ય કરવામાં આવે તા કલહ, શાક, દુ:ખ, ભય, મરણુ તથા કંઈક ઉત્પાત થાય – ફળ વિચારવાની આ રીત પ્રસિદ્ધ છે. (૨૪૦)
1
राजनाश पावक चलत, पृच्छक नरनी हाण ।
दुर्भिक्ष होय महीयल विषे, रोगादिक फुनि जाण ॥ २४९ ॥
અગ્નિ તત્ત્વ ચાલતું હોય ત્યારે ( કેાઈ ) પ્રશ્ન કરે તેા રાજાના નાશ, પૃચ્છક મનુષ્યને પોતાને હાનિ, પૃથ્વીતલમાં દુષ્કાળ અને રોગાદિકની ઉત્પત્તિ થાય. (૨૪૧)
दुर्भिक्ष घोर विग्रह सुधी, देशभंग भय जाण । चलत वायु आकाश तत, चौपद हानि वखाण ॥ २४२ ॥
3
१ संग्रामादिक VI
૨ પુન V |
રૂ વિટાળ V |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org