________________
સ્વરાય જ્ઞાન
बहुपाद पृथ्वी विषे, जुगपद जल अरु वाय । अनि चतुःपद नभ उदे, विगत चरण कहेवाय ।। २४६ ॥
પૃથ્વી તત્ત્વ વખતે પ્રશ્ન હોય તેા ઘણા પગવાળાના પ્રશ્ન છે, જલ અને વાયુ તત્ત્વ વખતે પ્રશ્ન હોય તો દ્વિપદ અંગે પ્રશ્ન છે, અગ્નિ તત્ત્વ વખતના પ્રશ્નમાં ચતુષ્પદ્મ અંગે પ્રશ્ન છે અને આકાશ તત્ત્વ વખતના પ્રશ્નમાં અપદ ( અર્થાત્ પરિવનાના પદાથ ) અંગે પ્રશ્ન છે- એમ જાણવું. (૨૪૬)
તત્ત્વાના સ્વામી, ગ્રહ તથા વાર
रवि राहु कुज तीसरो, शनि चतुर्थ वखाण ।
पंच तत्वके भानघर, स्वामी अनुक्रम जाण ॥ २४७ ॥
પાંચે તત્ત્વા સૂર્યના ઘરમાં હેાય ત્યારે તેના સ્વામી અનુક્રમે સૂર્ય, રાહુ, મંગળ અને શનિ છે. (૨૪૭)+
बुध पृथ्वी जलको ससि, शुक्र अगनि पति मीत |
;
वायु गुरु सुर चंदमें, तत्त्व स्वाम इण रीत ॥ २४८ ॥
હે મિત્ર! ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વના સ્વામી બુધ, જલ તત્ત્વના સ્વામી ચંદ્ર, અગ્નિ તત્ત્વનો સ્વામી શુક્ર, વાયુ તત્ત્વના સ્વામી ગુરુ – આ રીતે તત્ત્વના સ્વામી જાણવા. (૨૪૮)
-
स्वामी अपणो आपणो, अपणे घरके मांहि ।
शुभ फलदायक जाणजो, यामें संशय नांहि ॥ २४९ ॥
મ
જ્યારે પોતાના સ્વામી પોતાના ઘરમાં હોય ત્યારે તે શુભફલને આપનાર છે – આ વાતમાં શંકા નથી (અર્થાત્ પેાતાના સ્વર અને તત્ત્વમાં આ ગ્રહ કે વાર શુભલ આપે છે). (૨૪૯)
+ અહીં વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રમાણે જાણવું :
-
Jain Education International
પૃથ્વી તત્ત્વને સ્વામી શિવ' છે, જલ તત્ત્વ અને વાયુ તત્ત્વના સ્વામી રાહુ-કેતુ' છે, અગ્નિ તત્ત્વના સ્વામી ‘મંગળ' છે તથા આકાશ તત્ત્વને સ્વામી શનિ' છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org