________________
દય જ્ઞાન
૭૩
उदक तत्त्व जो होय तो, कहो तास धरी नेह ।। સુવે સિદ્ધ કારક વાર, વે' ગાવે તૈદ / રૂર. ||
જે તે વખતે જલ તત્વ ચાલતું હોય તે તે પૂછનારને સનેહ ધરીને કહો કે પરદેશમાં ગયેલો માણસ સુખ-પૂર્વક કાર્ય-સિદ્ધ કરી વહેલા આવશે. (૩૨૯) होय मही स्वरमें उदे, पूछे प्रश्न तिवार । तो थिर थानिक भाखीये, दुःख नहि तास लगार ॥ ३३० ।।
જે તે વખતે પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તે નકકી કરેલા સ્થાને છે અને તેને જરા પણ દુઃખ નથી. (૩૩૦) परवासी निज थान तजी, गया दूसरे धाम । कछु चिंता चित्त तेहने, चलत वायु कहो आम ॥ ३३१ ॥ - જે વાયુ તત્ત્વ ચાલતું હોય તે કહેવું કે પ્રવાસી પોતાનું સ્થાન ત્યજીને બીજે સ્થાને ગમે છે અને તેના ચિત્તમાં કંઈક ચિન્તા વિદ્યમાન છે. (૩૩૧) रोग पीड तनमें महा, पावक चलत वखाण । नभ परकाश विदेशमें, मरण अवश तस जाण ॥ ३३२ ॥
જે અગ્નિ તત્ત્વ ચાલતું હોય તે પરદેશમાં ગયેલાને શરીરમાં રેગની મોટી પીડા છે – એમ કહેવું અને આકાશ તત્ત્વ ચાલતું હોય તે પરદેશમાં તેનું અવશ્ય મરણ થવાનું છે – એમ જાણવું. (૩૩ર)
વાર અને તિથિનું તત્ત્વજ્ઞાન सूर विषम ससि मांहि सम, पगला भरतां मीत । वार तिथि इण विध करत, होवे सुण तस रीत ॥ ३३३ ॥
સૂર્યસ્વર ચાલતા હોય ત્યારે વિષમ(એકી સંખ્યાનાં પગલાં અને ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે સમ(એકી સંખ્યાનાં પગલાં ભરીએ અને
૬ વેશે છે !
૨ થાનક v !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org