________________
સ્વરોદય જ્ઞાન
પૂર્ણ સ્વર તરફથી આવીને ખાલી સ્વર તરફ ઊભો રહી તે પ્રશ્ન કરે તે જાણવું કે રેગીને શાતા નહીં થાય. (૧૭૨) खाली स्वरशुं आयके, वहते स्वरमें वात । जो कोउ रोगीनी कहे, तो तस नाहिंज घात ॥ १७३ ॥
ખાલી સ્વર તરફથી આવીને વહેતા સ્વર તરફ ઊભું રહી જે કઈ રેગી અંગે પ્રશ્ન કરે તે કહેવું કે રેગીને ઘાત થશે નહીં. (૧૩) वाय पित्त कफ तीन भये, यो पिंडत्रय जोग। समथी सुख होय देहमें, विषम हुआ होय रोग ॥ १७४ ॥
આ શરીર વાયુ(વાત), પિત્ત અને કફ – આ ત્રણથી બનેલું છે. એ ત્રણે સમ હોય તે શરીરમાં સુખ થાય અને વિષમ હોય તે રોગ થાય. (૧૭) वाय चोराशी पिंडमें, पित्त पचीश प्रकार । कफ त्रिय भेद वखाणीये, द्वादश सत चित्त धार ॥ १७५ ।।
શરીરમાં ચેરાસી પ્રકારના વાયુ છે, પચીસ પ્રકારના પિત્ત છે અને કફ ત્રણ પ્રકારના છે – આમ કુલ એક સે બાર પ્રકાર થાય છે – તે ચિત્તમાં ધારો (૧૭૫) वायु निवास उदर विषे, स्वामी हे तस सूर । फुनि' शत धमणी मांहि ते, रहत सदा भरपूर ॥ १७६ ॥
વાયુનું સ્થાન પેટમાં છે અને તેને (અર્થાત વાયુનો) સ્વામી સૂર્ય છે. તે (વાયુ) એ ધમનીમાં સદા ભરપૂર રહે છે. (૧૭૬) खंद मांहि पुन जाणजो, पित्त तणो नित वास । जठरागनिमें संचरत, दिवानाथ पति तास ॥ १७७ ॥
પિત્તને વાસ હમેશાં ખભામાં છે અને તે જઠરાગ્નિમાં સંચાર કરે છે. તેને સ્વામી સૂર્ય છે. (૧૭૭)
૨ મુનિ v.
૨
જ છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org