________________
સ્વદય જ્ઞાન
ચંદ્રસ્વરમાં પૃથ્વી અને જલ તત્ત્વ ચાલતાં હોય તે સ્થિર કાર્ય માટે તે શુભ છે પણ આ ત ચર કાર્યો માટે સારાં નથી. (૧૬૭) वायु अगनि नभ तीन ए, चर काजे परधान । तत्त्व हियेमें जानीये, उदय होत स्वर भान ॥ १६८ ॥
જ્યારે સૂર્યસ્વરને ઉદય હોય ત્યારે વાયુ, અગ્નિ અને આકાશ – આ ત્રણ ત ચર કાર્યોમાં શ્રેષ્ઠ છે – આ રહસ્ય હૃદયમાં ધારણ કરે. (૧૬૮)
રોગ અને રોગી વિષે પ્રશ્ન रोगी केरो प्रश्न नर, जो कोउ पूछे आय । ताळू स्वास विचारके, इम उत्तर कहेवाय ॥ १६९ ॥
જે કઈ મનુષ્ય આવીને રેગી સંબંધી પ્રશ્ન પૂછે તે તેને, (આપણા) શ્વાસને (અર્થાત્ સ્વરને) વિચાર કરીને આ પ્રમાણે ઉત્તર કહેઃ (૧૬૯) ससि स्वरमें धरणी चलत, पूछे तस दिस मांहि । तासे निहचे करी कहो, रोगी विणसे नांहि ॥ १७० ॥
ચંદ્રસ્વરમાં જે પૃથ્વી તત્વ ચાલતું હોય અને તે સ્વરની (અર્થાત ચંદ્રશ્વરની) દિશામાં ઊભા રહી તે પ્રશ્ન કરે તે કહેવું કે રેગીને નાશ નહીં થાય. (૧૭૦). चंद्र बंध सूरज चलत, पूछे डावी ओड । रोगीको परसंग तो, जीवे नहीं विधि कोड ॥ १७१ ॥
ચંદ્રસ્વર બંધ હોય, સૂર્યસ્વર ચાલતો હોય અને તે પ્રશ્નકર્તા ડાબી તરફ રહીને પૂછે તે રેગીના પ્રશ્નમાં કહેવું કે કરોડ ઉપાયે પણ તે જીવશે નહીં. (૧૭૧). पूरण+ स्वरशुं आयके, पूछे खाली मांहि । तो रोगीकू जाणजो, साता होवे नांहि ॥ १७२ ॥
+ જે “સ્વર ચાલતો હોય તેને “પૂર્ણ સ્વર અને તેની દિશાને પૂર્ણ દિશા' કહે છે.
* જે “સ્વર ચાલતો ન હોય તેને “ખાલી સ્વર અને તેની દિશાને ખાલી દિશા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org