________________
સ્વદય જ્ઞાન
ઝડપે વિષ ઉતારવા માટે કે ભૂત ઉતારવા માટે જાય, રેગીનું ઔષધ કરે, વિંદન-શમન માટે શાંતિ-જલને છંટકાવ કરે, કુષ્ઠથી પીડાતાને ઉપાય બતાવે, શત્રુ-વિજય મનમાં રાખીને હાથી, ઘોડા, વાહન કે શસ્ત્ર ખરીદે, ખાન-પાન કરે, સ્નાન કરે, સ્ત્રીને અતુદાન કરે, નવા ચેપડા લખવાની કે લખાવવાની શરૂઆત કરે, વ્યાપાર કરતાં કાંઈક વૃદ્ધિ થાય – આ સઘળાં કાર્યો સૂર્યસ્વર વખતે કરવાથી સમાજ સુખ અને શાન્તિ પ્રાપ્ત કરે છે. (૨૦૫-૨૦૬-૨૦૭–૨૦૮) भूपति दक्षण स्वरमें कोइ, युद्ध करण जावे सुण सोइ । रणसंग्राम मांहि जस पावे, जीत अरि पाछो घर आवे ॥ २०९ ॥
કેઈ રાજા પિતાનો સૂર્યસ્વર ચાલતું હોય ત્યારે જે યુદ્ધ કરવા માટે જાય તે તે રણ-સંગ્રામમાં યશ પામે અને શત્રુને જીતીને પાછો પોતાના નગરમાં આવે. (૨૯) सायरमें जे पोत चलावे, वंछित द्वीप वेगे ते पावे । वेरी भवन गवन पग दीजे, भानजोगमें तो जस लीजे ॥ २१० ॥
સૂર્યસ્વર ચાલતાં કઈ સમુદ્રમાં વહાણ ચલાવે છે તે પિતાના વાંછિત દ્વીપે શીવ્રતાપૂર્વક પહોંચે. સૂર્યસ્વરમાં જઈને શત્રુના ઘરમાં પ્રવેશ કરે તો પણ યશ મળે. (૧૦) उंट महीष गो संग्रह करतां, साट वदत, सरिता जल तरतां । करजद्रव्य, कांहूकुं देता, भानजोग शुभ अथवा लेतां ॥ २११ ॥
ઊંટ, પાડા, ગાયે વગેરેને સંગ્રહ કરતી વેળા, કેઈની સાથે સાટું કરતાં યા તે નદી આદિ તરતાં, કેઈને દ્રવ્ય કરજે આપતાં કે લેતાં, જે સૂર્યસ્વર હોય તો તે શુભ છે. (૨૧૧) इत्यादिक चर कारज जे ते, भानजोगमें करीये ते ते । लाभालाभ विचारी कहीये, नहिंतर मनमें जाणी रहीये ॥२१२ ॥
ઈત્યાદિ જે જે ચર કર્યો છે તે તે સૂર્યાસ્વરમાં કરવાં. આ બધી હકીકત લાભાલાભને વિચાર કરીને પૂછનારને વિવેક રાખીને કહેવી અન્યથા મનમાં જાણીને મૌન રહેવું. (૨૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org