________________
સ્વરેાદય જ્ઞાન
विवाहदान इत्यादिक काज, सौम्य चंद्रजोगे सुखसाज' । क्रूर काममें सूर प्रधान, पूर्व कथित मनमें ते जान ॥ २१३ ।।
વિવાહ, દાન ઈત્યાદિક કામ સૌમ્ય એવા ચંદ્રગમાં કરાય તે સુખદાયક થાય છે અને ક્રૂર કામમાં સૂર્યસ્વર પ્રધાન છે – આ પૂર્વકથિત હકીકત મનમાં નિશ્ચિત રાખે. (૨૧૩).
चंद्रजोग थिर काजकू, उत्तम महा वखाण । भानजोग चर काज, श्रेष्ठ अधिक मनमें आण ॥ २१४ ॥
સ્થિર કાર્યો માટે ચંદ્રસ્વર ઉત્તમ અને મહાપ્રશંસા પાત્ર છે. ચર કાર્યો માટે સૂર્યસ્વર અધિક શ્રેષ્ઠ છે – એમ મનમાં આણો. (૨૧૪)
સુષુમ્ભરવામાં કરવા યોગ્ય કાર્યો सुखमन चलत न कीजीये, चर थिर कारज कोय । करत काम सुखमन विषे, अवस हाणि कछु होय ॥ २१५ ॥
સુષુમણું નાડી ચાલતી હોય ત્યારે ચર કે સ્થિર કઈ પણ કાર્ય ન કરવું. સુષષ્ણુસ્વરમાં કામ કરવાથી કંઈક ને કંઈક હાનિ અવશ્ય થાય છે. (૨૧૫) भवनप्रतिष्ठादिक सहू, वरजित सुखमन मांहि । गामांतर जावा भणी, पगला भरीये नांहि ॥ २१६ ॥ दुःख दोहग पीडा लहे, चित्तमें रहे कलेश। चिदानंद सुखमन चलत, जो कोइ जाय विदेश ॥ २१७ ।।
મકાન બંધાવવાં, પ્રતિષ્ઠા કરાવવી આદિ સઘળાં કામ સુષુણા નાડીમાં વજિત છે. તે સ્વર ચાલતો હોય ત્યારે પરગામ જવા માટે પણ કદમ ઉઠાવવાં નહીં કારણ કે આ સ્વરમાં કઈ પરદેશ જાય તે દુઃખ દર્ભગ્ય તથા પીડા થાય છે અને ચિત્તમાં કલેશ થાય છે– એમ ચિદાનંદ કહે છે. (ર૧૬-૨૦૧૭)
? સુવાંગ v !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org